ETV Bharat / bharat

મુંબઈમાં કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લેનારા પ્રવાસીઓ 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં કરી શકશે પ્રવાસ - સ્માર્ટ ફોન

મુંબઈમાં ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં કોરોનાની વેક્સિન (Corona Vaccine)ના બંને ડોઝ લઈ લેનાર પ્રવાસી જ લોકલ ટ્રેન (Local Train)માં જઈ શકશે. આ અંગે સરકારે મંજૂરી આપી દીધી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray)એ રવિવારે રાત્રે રાજ્યના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન (Corona Vaccine)નો બંને ડોઝ લઈ લેનારા મુંબઈના લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનો (Local train)માં પ્રવાસ કરી શકશે.

મુંબઈમાં કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લેનારા પ્રવાસીઓ 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં કરી શકશે પ્રવાસ

author img

By

Published : Aug 9, 2021, 8:46 AM IST

  • મુંબઈમાં ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે
  • કોરોનાની વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લેનારા લોકલ ટ્રેનમાં કરી શકશે પ્રવાસ
  • મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) રવિવારે કરી જાહેરાત, 15 ઓગસ્ટથી પ્રવાસી લોકલ ટ્રેન (Local train)માં જઈ શકશે

મુંબઈઃ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં કોરોનાની વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લઈ લેનાર પ્રવાસી જ લોકલ ટ્રેનમાં જઈ શકશે. આ અંગે સરકારે મંજૂરી આપી દીધી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) રવિવારે રાત્રે રાજ્યના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન (Corona Vaccine)નો બંને ડોઝ લઈ લેનારા મુંબઈના લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, અત્યારે કેટલીક ઢીલાશ આપી રહ્યા છીએ, પરંતુ કોરોનાના કેસ વધશે તો અમારે ફરીથી લૉકડાઉનનો સહારો લેવો પડશે. એટલે હું અપીલ કરું છું કે, તમે કોરોનાની વધુ એક લહેરને આમંત્રિત ન કરો.

આ પણ વાંચો- અમદાવાદ - મુંબઇ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો પિલ્લર તૈયાર

પ્રવાસીએ બંને ડોઝ લીધા છે કે નહીં તે એક એપના માધ્યમથી જાણી શકાશે

મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, મુંબઈમાં લોકલ ટ્રેનો (Local train) એવા લોકો માટે 15 ઓગસ્ટથી શરૂ થશે, જેમણે કોરોનાની વેક્સિનનો બંને ડોઝ લઈ લીધો છે. અમે એક એપ લોન્ચ કરીશું, જ્યાં લોકો અપડેટ કરી શકે છે કે, તેમણે બંને ડોઝ લઈ લીધા છે અને જ્યારે તેમણે બીજો ડોઝ લીધો છે. લોકો એપથી કે ઓફિસમાંથી પાસ લઈ શકે છે.

આ પણ વાંચો- કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, સુરતથી દિવાળી અને છઠ્ઠપૂજા માટે નવેમ્બરની ટ્રેનોમાં પણ વેઈટીંગ

અત્યાર સુધી ફક્ત સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાઓના કર્મચારીઓ જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા

મહાનગરમાં ઉપનગરીય ટ્રેન સેવાઓ આ વર્ષે એપ્રિલથી બંધ કરી દેવાઈ હતી. તે સમયે રાજ્યમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન કોરોનાના કેસ ચરમસીમાએ હતા. વર્તમાનમાં ફક્ત સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનોમાં (Local train) પ્રવાસ કરવાની મંજૂરી મળી છે. અને હવે કોરોનાની વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લઈ લેનારા લોકો પણ 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનનો પ્રવાસ કરી શકશે. જે લોકોએ કોરોનાની વેક્સિનનો (Corona Vaccine) બીજો ડોઝ પછી 14 દિવસનો સમયગાળો પૂર્ણ કર્યો છે. તેઓ રેલવે પાસ માટે વિશેષરૂપે બનાવવામાં આવેલી એપ પર આવેદન કરી શકે છે અને સંબંધિત સ્થાનિક વોર્ડ ઓફિસથી પાસ પ્રાપ્ત કરી શકે છે.

કોરોના વાઈરસ હજી પણ આપણી આસપાસ એટલે લોકો નિશ્ચિંત ન રહેઃ મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) જણાવ્યું હતું કે, અત્યાર સુધી મુંબઈમાં 19 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સિનના બંને ડોઝ મળી ચૂક્યા છે. જેમની પાસે સ્માર્ટ ફોન નથી. તેઓ આ પાસ ઓનલાઈન મેળવી શકે છે. કોરોના વાઈરસ હજી પણ આપણી આસપાસ હાજર છે એટલે આપણે નિશ્ચિંત નથી થવાનું. મહેરબાની કરીને ધીરજ રાખો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.