ETV Bharat / bharat

બિલકુલ બકવાસ, મેહુલ ચોક્સીના અપહરણમાં અમારો કોઇ ભાગ નથીઃ ડોમિનિકા PM Roosevelt Skerrit - Fugitive diamond trader Mehul exact case

ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિર્ટે (PM Roosevelt Skerrit) ભાગેડુ મેહુલ ચોક્સીના (Mehul Choksi) કથિત અપહરણમાં તેમની સરકારની સંડોવણી હોવાના દાવાઓને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે 'આ તદ્દન બકવાસ વાત છે.'

PM Roosevelt Skerrit
PM Roosevelt Skerrit
author img

By

Published : Jul 2, 2021, 1:25 PM IST

  • ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના (Mehul Choksi) પ્રત્યાર્પણનો મામલો
  • ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિર્ટેનું (PM Roosevelt Skerrit) નિવેદન સામે આવ્યું
  • ભારત સાથે ચોક્સી સંદર્ભે જોડાણ 'બિલકુલ બકવાસ'

નવી દિલ્હીઃ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિર્ટે (PM Roosevelt Skerrit) ભાગેડુ મેહુલ ચોક્સીના (Mehul Choksi) કથિત અપહરણમાં તેમની સરકારની સંડોવણી હોવાના દાવાઓને બિલકુલ બકવાસ કહીને નકારી દીધાં છે. સ્થાનિક મીડિયાના એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે સંકળાયેલા 13,500 કરોડ રૂપિયાના કૌભાંડમાં વોન્ટેડ ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીને 23 મેના રોજ એન્ટિગુઆ બાર્બુડાથી અપહરણ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો.

2018થી ચોક્સી એન્ટિગુઆમાં રહેતો હતો

સ્ક્રિર્ટે (PM Roosevelt Skerrit) તેમના સાપ્તાહિક પ્રોગ્રામ 'એન્નો પૈલે' (ચાલો વાત કરીએ) માં કહ્યું હતું કે, સરકાર કોર્ટને ચોક્સી અંગેની કાર્યવાહી પૂર્ણ કરવાની મંજૂરી આપશે અને ખાતરી આપી હતી કે તેના અધિકારો અને ફરજોનો આદર કરવામાં આવશે. સમાચારો અનુસાર પડોશી દેશ એન્ટીગુઆ અને બાર્બુડાથી ચોક્સીના અપહરણ અંગે ભારત અને ડોમિનિકા સરકાર વચ્ચે કોઇ પણ જોડાણની વાતને સ્ક્રિર્ટેએ નકારી કાઢી છે. ચોકસી (Mehul Choksi) ભારતમાંથી ભાગી ગયા પછી 2018થી એન્ટિગુઆ અને બાર્બુડામાં રહેતો હતો.

ભારત સાથે સાંઠગાઠની વાત સંપૂર્ણ બકવાસ

ડોમિનિકા ન્યૂઝ ઓનલાઇન એ સમાચારમાં સ્ક્રિર્ટને (PM Roosevelt Skerrit) ટાંકીને કહ્યું છે કે, "ડોમિનિકા સરકાર અને એન્ટિગુઆ સરકાર સાથે ભારત સરકારના જોડાણના અહેવાલો સંપૂર્ણ બકવાસ છે." અમે કદી પોતાની જાતને આવા કૃત્યો, આવી પ્રવૃત્તિઓમાં શામેલ કરતા નથી. મારો મતલબ તે વાહિયાત છે અને અમે તેનો ઇનકાર કરીએ છીએ. તેમણે પૂછ્યું કે શું સ્થાનિક નાગરિક માટે ડોમિનિકામાં કોઈની હત્યા કરીને બીજા દેશમાં ભાગવું યોગ્ય રહેશે? તેને પકડવા અને આરોપોનો સામનો કરવા માટે તેને ડોમિનિકા પાછા મોકલવાને બદલે તેને મુક્ત રખડવાની છૂટ આપવી જોઈએ? સ્ક્રિર્ટે ચોક્સી સામેના આરોપોના સંદર્ભમાં અમેરિકા દ્વારા ડોમિનિકાના વોન્ટેડને ટાંક્યાં હતાં, જેની પ્રત્યાર્પણની કાર્યવાહી અદાલતોમાં ચાલી રહી છે. સ્ક્રિર્ટે કહ્યું કે દેશમાં કેટલા પૈસા છે તેના આધારે દેશ લોકો સાથે જુદી રીતે વર્તન કરી શકેે નહીં.

અદાલતને નિર્ણય લેવા દો

PM Roosevelt Skerrit કહ્યું કે આપણે બધાં કાયદા હેઠળ આવીએ છીએ, પછી ભલે આપણે કોઈપણ સ્થિતિમાં હોઇએ કે આપણી પાસે નાણાં છે કે નહીં. ડોમિનિકાને આ વ્યક્તિની ધરપકડ કરવાનો અને કોર્ટમાં હાજર કરવાનો અધિકાર છે. અદાલતને આ અંગે નિર્ણય લેવા દો. અમે અહીં ડોમિનિકામાં ચોક્સી વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ ત્યાં એક છોકરો ગ્રાન્ડ બે પણ છે. યુએસ સરકારે સેન્ટ થોમસમાં ગુનો કર્યાના આરોપમાં તેના પ્રત્યાર્પણની વિનંતી કરી છે અને અમે તેને પકડવા માટે બંધાયેલા છીએ. ડી.પી.પી. (જાહેર કાર્યવાહીના નિયામક) ની સૂચનાના આધારે કાર્યવાહી કરતાં પોલીસે આ યુવાનની ધરપકડ કરી હતી અને તેની પ્રત્યાર્પણ સુનાવણી સુધી જેલમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ નીરવ મોદીએ 21 જુલાઇના રોજ પ્રત્યાર્પણ સુનાવણી સામે નવી અરજી દાખલ કરી

કાવતરામાં શામેલ
એક સમાચાર મુજબ ડોમિનિકામાં (Mehul Choksi) ચોક્સીના વકીલ જસ્ટિન સિમોને દાવો કર્યો હતો કે સ્કોટલેન્ડ યાર્ડ તરીકે ઓળખાતી બ્રિટનની મેટ્રોપોલિટન પોલીસે ચોક્સીની સતામણી અને અપહરણના આરોપો અંગે તપાસ શરૂ કરી છે. કારણ કે ત્યાંના નાગરિકો કથિતરૂપે આ કાવતરાના ભાગ હતાં. સિમોને પત્રકારોને કહ્યું હતું કે, જો ડોમિનિકા અથવા એન્ટીગુઆ કથિત કાવતરામાં સામેલ હોવાનું માલુમ પડ્યું હોય તો તેની આંતરરાષ્ટ્રીય અસર પડશે.

આ પણ વાંચોઃ CBIએ મેહુલ ચોક્સી પર લગાવ્યા નવા આરોપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.