- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) World Water Day 2022: આજે વિશ્વ જળ દિવસ, પ્રત્યેક વ્યક્તિમાં જાગૃતતા આવે તે માટે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવાય છે
આજે સમગ્ર વિશ્વમાં જળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા દર વર્ષની ૨૨મી માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી, ત્યારથી આજના દિવસે જળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પીવાનું ચોખ્ખું પાણી અને ખાસ કરીને વરસાદ ના પાણીનું શું મહત્વ છે, આ દિવસે ચોખ્ખા પાણીનો સંગ્રહ અને તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તે માટે લોકોમાં જાગૃતતા આવે અને લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરીને સતત ઘટી રહેલા મીઠા પાણીના સ્ત્રોતને ફરી એક વખત સજીવન કરે તેમજ મીઠા પાણીનો બગાડ અને દુર્વ્યય અટકાવે તેવી પ્રત્યેક વ્યક્તિમાં જાગૃતતા આવે તે માટે ૨૨મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વના દેશો જળ દિવસની ઉજવણી કરતા હોય છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) International Forest Day: "નમો વડ વન", રાજ્યમાં 33 જિલ્લામાં 75 સ્થળોએ વડ વન ઉભાં કરાશે
21 માર્ચે એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Guidance of Gujarati Chief Minister) દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે એક ઉદાહરણ રૂપ પીએમ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણપ્રિય હેતુસર ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરી હતી.Click Here
2) Gujarat Assembly Election 2022: AAPએ પંજાબ વિધાનસભા ચૂંટણી જીતાડનારા 'ચાણક્ય'ને બનાવ્યા ગુજરાતના પ્રભારી
AAPએ ડૉક્ટર સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં આપને જીતાડવામાં સંદીપ પાઠકનો ફાળો મહત્વનો રહ્યો હતો. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે આપે અત્યારથી જ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.Click Here
3) પ્રમોદ સાવંત બનશે ગોવાના નવા મુખ્યપ્રધાન, BJP વિધાયક દળની બેઠકમાં જાહેરાત,
ગોવામાં બીજેપી વિધાયક દળની બેઠકમાં પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યપ્રધાન (Pramod Sawant New Chief Minister Of Goa) તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમરે ધારાસભ્ય દળની બેઠક બાદ (BJP legislature party meeting ) સાવંતના નામની જાહેરાત કરી હતી.Click Here
4) પુષ્કર સિંહ ધામી ફરીથી ઉત્તરાખંડના સીએમ બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી ફરીથી સીએમ (Uttarakhand CM Pushkar Singh Dhami) બનશે. દેહરાદૂનમાં બીજેપી લેજિસ્લેચર બોર્ડ પાર્ટીની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠકમાં પુષ્કર સિંહ ધામીને (Pushkar Singh Dhami) મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય (new Chief Minister of Uttarakhand) લેવામાં આવ્યો છે.Click Here
5) ઓસ્ટ્રેલિયાએ 29 મૂલ્યવાન પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ
ભારત સરકારની પહેલ પર ઓસ્ટ્રેલિયાની કૈનબરા આર્ટ ગેલેરીએ(Canberra Art Gallery of Australia) ભારત સાથે સંબંધિત 29 પ્રાચીન કલાકૃતિઓ પરત(Return of 29 ancient artifacts of India) કરી છે. આ તમામ પ્રાચીન કલાકૃતિઓને ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ કલાકૃતિઓનું નિરીક્ષણ(PM Modi inspects 29 ancient artefacts) કર્યું હતું.Click Here
- નિષ્ણાંતોના મતે
1) જાપાનમાં મળી 300 વર્ષ જૂની મરમેઇડ મમી, વૈજ્ઞાનિકોએ તેના અસ્તિત્વમાં રસ દાખવ્યો
એક અહેવાલ પ્રમાણે વૈજ્ઞાનિકોએ (mermaids in japan) 300 વર્ષ જૂની મરમેઇડ મમી (mummified mummy 300 year old) પર તેના મૂળને ઓળખવા માટે પરીક્ષણો શરૂ કર્યા છે અને જાપાની લોકકથાઓમાં મરમેઇડ્સના અસ્તિત્વમાં રસ દાખવ્યો છે.Click Here