- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) પંજાબમાં થયેલા આપના વિજય બાદ આજે અમદાવાદમાં "તિરંગા વિજય યાત્રા”નુ આયોજન
પંજાબમાં થયેલા આમ આદમી પાટીઁના ભવ્ય વિજય બાદ દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ ગુજરાતના પ્રભારી ગુલાબસિહ યાદવ અને AAP ગુજરાતના પ્રદેશના શીષઁ નેતાઓની આગેવાનીમાં આજે અમદાવાદમાં યોજાશે "તિરંગા વિજય યાત્રા”
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Government Primary Schools In Gujarat: રાજ્યની 700 પ્રાથમિક શાળાઓમાં ફક્ત 1 જ શિક્ષક, 86 શાળાઓ બંધ કરાઈ
રાજ્યમાં 700 સરકારી પ્રાથમિક શાળાઓ (Government Primary Schools In Gujarat) ફક્ત 1 જ શિક્ષકથી ચાલે છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા 86 શાળાઓ બંધ કરવામાં આવી છે. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો રાજ્ય સરકારે જવાબ આપતા આ આંકડો જણાવ્યો હતો.Click Here
2) GSEB Board Exam 2022: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓને લઇને એક્શન પ્લાન તૈયાર
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (GSEB Board Exam 2022)માં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ શકે છે તેવા સંકેતો રાજ્યના શિક્ષણ પ્રધાને આપ્યા હતા. રાજ્યના શિક્ષણ પ્રધાને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઇને તમામ જિલ્લાના કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વિડીઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.Click Here
3) VHP Sant Sammelan in Junagadh: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ? સૌરાષ્ટ્ર કક્ષાના સંત સંમેલનનું VHP દ્વારા આયોજન
આજથી જૂનાગઢમાં વિશ્વ હિંદુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલન (VHP Sant Sammelan in Junagadh)માં સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યા સાધુ સંતોએ હાજરી આપી હતી.Click Here
4) Ind Vs Sri 2nd Test: ભારતે શ્રીલંકાને 238 રનના વિશાળ અંતરથી હરાવી બીજી ટેસ્ટ
ભારતે શ્રીલંકાને 238 રનના વિશાળ અંતરથી હરાવી બીજી ટેસ્ટ (Ind Vs Sri 2nd Test) મેચ જીતી લીધી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે. ઘરઆંગણે ભારતીય ટીમની આ સતત 15મી શ્રેણી જીત પણ છે. ભારતના 447 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમ 208 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ.Click Here
- સુખીભવ:
1) work from home tips: કામ કરતી વખતે આટલી બાબતોની તકેદારી રાખવી જરૂરી
આ આધુનિક યુગમાં બધા ટેકનોલોજી પર નિર્ભર થઇ ગયાં છે. ખાસ કરીને આ ટેકનોલોજીએ બોસના કામ પરના તણાવને હલકો કર્યો છે, ત્યારે આ ટેકનોલોજીના યુગમાં દરેક વ્યકિત હવે ઓનલાઇન મીટિંગ્સ અને કોરોનાને પગલે વર્ક ફ્રોમ હોમ (work from home tips) કરી રહ્યાં છે. જોકે આપણે બઘા હવે આ વાતાવરણ સાથે જીવતા ટેવાય ગયાં છીએ, પરંતુ આ દરમિયાન વ્યકિત પર પડતી શારીરિક અને માનસિક અસરને (work from home cause stress) અવગણી શકાય નહીં. આ સંજોગોમાં વ્યકિતએ આ બાબત અંગે ધ્યાન રાખવુ આવશ્યક છે.Click Here