- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 અમદાવાદમાં આજથી ઉમિયા ધામ શિલાન્યાસનો ત્રિ-દિવસીય મહોત્સવ
અમદાવાદમાં સોલા ખાતે ઉમિયા ધામનો શિલાન્યાસ મહોત્સવ 11થી 13 ડિસેમ્બરના રોજ યોજાઇ રહ્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત કેટલાક પ્રધાનો અને પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા
અમદાવાદના પોશ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરનારા બે પેડલરો (Ahmedabad Drug Peddler)ની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે, બન્ને પેડલરો ગલ્લા, ચાની કિટલીઓ અને નાના કેફેમાં આવતા યુવાવર્ગને ડ્રગ્સ આપતા હતા. પેડલરોની પુછપરછમાં ચોકવાનારી હકકિત સામે આવી છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone Drug in Ahmedabad) લાવીને બજારમાં વેંચતા હતા. જેમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ડ્રગ્સ લાવનાર મુખ્ય આરોપી ફરાર છે. આરોપીઓ પાસેથી ક્રાઈમબ્રાંચે 7 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. કઈ રીતે આરોપીઓ પોતાનાં ગ્રાહકો ચાની કિટલીએ અને પાન-મસાલાનાં ગલ્લા પર બનાવતા. Click here
2 Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ
જામનગરમાં થોડા દિવસો પહેલાં આફ્રિકાના ઝિમ્બાબ્વેમાંથી આવેલા એક વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બાદમાં તેમના પરિવારના સભ્યોના સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમનો પોઝિટિવ રિપોર્ટ (Two more Omicron cases reported in Jamnagar) આવ્યો હતો. આ સાથે જામનગરમાં ઓમિક્રોનના કુલ 3 કેસ (Omicron Variant in Gujarat) ગુજરાતમાં ઓમિક્રોનના 3 કેસની પુષ્ટિ થઇ ગઇ છે. Click here
3 Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો
સુરતના પાંડેસરા (Pandesara Rape with Murder Case) વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020માં 10 વર્ષની બાળકીને વડાપાવ ખાવાના બહાને લઇ જઈ દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. જે મામલે આજે સુરત સેશન કોર્ટમાં આરોપી દિનેશ બૈસાણને દોષીત જાહેર (Judgement by Surat Court) કરાયો છે. અને હવે આરોપીને 16 ડિસેમ્બરના રોજ સજા ફટકારવામાં આવશે. Click here
4 Suspicious pigeon captured in Porbandar : સમુદ્રમાં માછીમારોને મળ્યાં બે શંકાસ્પદ કબૂતરો, તપાસ શરૂ
પોરબંદરના દરિયામાં માછીમારીઓ ફિશિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓને બે શંકાસ્પદ કબૂતરો (Suspicious pigeon captured in Porbandar) મળી આવ્યાં હતાં. માછીમારોએ હાર્બર મરીન પોલીસને (Harbor Marine Police) જાણ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. કબૂતરો વિશે જોઈન્ટ ઇન્ટરોગેશન કરાશે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે મામલો શું છે. Click here
5 CDS Bipin Rawat Funeral: બિપિન રાવત અને તેમની પત્ની પંચતત્વમાં વિલીન, દીકરીઓએ આપી મુખાગ્નિ
તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા CDS બિપિન રાવત (CDS Bipin Rawat Funeral) અને તેમની પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. અહીં તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. Click here
- Video News
New Corona Guidelines : 31 ડિસેમ્બર સુધી કરફ્યુ ચાલુ રહેશે,રાત્રે 1થી 5 વાગ્યા સુધી કરફ્યુ
રાજ્યમાં વધતાં કોરોના કેસ (Corona Update In Gujarat ) વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કોવિડ (Covid19) નિયંત્રણો યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. આજ રોજ પૂરી થયેલી રાત્રી કર્ફ્યુની અવધિ લંબાવવાનો (New Corona Guidelines) રાજ્યના ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. હવે પછી રાજ્યની 8 મહાનગરપાલિકામાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુની નિયમાવલી અમલી રહેશે. જેમાં રાત્રીના 1 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ (Corona Night curfew ) અમલમાં રહેશે તે પ્રકારનો નિર્ણય કરાયો છે. Click here