- આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે
1. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા ભાવનગર આવશે
ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. આ જન યાત્રા અંતગર્ત આજે કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા ભાવનગર આવશે અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે.
2. ) કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરશે
ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. આ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત આજે શનિવારે કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરશે.
3. ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે
રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. આજે સવારે 10 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે. જે અંગેનો પરિપત્ર 20 ઓગસ્ટે જારી કરવામાં આવ્યો હતો.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે
1. વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી સોમનાથમાં, જાણો વિકાસકાર્યોનું લોકાર્પણ કરતી વખતે શું કહ્યું
ગઈકાલે સવારે વડાપ્રધાન મોદી દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં તૈયાર કરાયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલારોપણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જ્યારે મુખ્યપ્રધાન રૂપાણી સોમનાથ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. click here
2. ભાવનગરથી દિલ્હી, મુંબઇ અને સુરતની ફ્લાઈટ્સ શરૂ, મુખ્યપ્રધાન અને કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાને આપી લીલીઝંડી
ગઈકાલ 20 ઓગસ્ટથી ભાવનગરથી મુંબઇ-દિલ્હી અને સુરતની ફલાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય, મુખ્યપ્રધાન રૂપાણી સહિતના નેતાઓ વર્ચ્યુઅલી ઉદ્ઘાટનમાં હાજરી આપી ફલાઈટને લીલી ઝંડી આપી હતી. click here
3. 2024ની ચૂંટણીને લઈને 19 વિપક્ષી દળોના નેતાઓએ યોજી બેઠક, જાણો કોણે શું કહ્યું...
પેગાસસ જાસૂસી, કૃષિ કાયદાઓ સહિતના અન્ય મુદ્દાઓને લઈને ભાજપ સરકારને ઘેરવાની કોશિશમાં લાગેલી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ ફરી એક વખત બેઠક યોજી હતી. આ બેઠકમાં 19 વિપક્ષી પાર્ટીઓના નેતા હાજર રહ્યા હતા. બેઠકમાં આમ આદમી પાર્ટીને આમંત્રણ અપાયું ન હતું, જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ આ બેઠકમાં જોડાઈ ન હતી. બેઠકમાં 2024 લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી એકતા માટે એક વ્યવસ્થિત યોજના બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. click here
- EXCLUSIVE:
ગુજરાતી અને હિન્દી ફિલ્મો, નાટકોમાં કોમેડી દ્વારા લોકોને હસાવનાર કેતકી દવે સાથે ETV રૂબરૂ
અરર..ર... શબ્દ આવે તેની સાથે યાદ આવી જાય તેવા ગુજરાતી કલાકાર કેતકી દવેની યાદ આવે છે. કેતકી દવેનો અભિનવ ગુજરાતી નાટકો, કોમેડી સિરિયલ અને ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલો છે. હાસ્યાસ્પદ શબ્દો સાથે લોકો પેટ પકડી હશે એટલે સમજી લેવું કેતકી દવે ગુજરાતી અંદાજમાં ડાયલોગ બોલ્યા હશે, ત્યારે આજે કેતકી દવેના ગુજરાતી માતૃભાષા સાથે સંકળાયેલા નાટકો, ફિલ્મો અને સિરિયલ અંગે તેઓના મંતવ્યો શું રહેલા છે. click here
- EXPLAINER:
તેજસ્વી Vs તેજસ્વી, સંઘર્ષ નથી નવો, વિરાસતની સંઘર્ષમાં આ ભાઇઓ આવ્યા છે સામે
બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના ઉત્તરાધિકારી અંગે લાલુ પ્રસાદ યાદવના બે દિકરાઓ તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ સામ સામે આવી ગયાં છે. વિરાસતની આવી જંગ ફ્ક્ત બિહારમાં જ થઇ છે તેવું નથી ભારતના ઘણા રાજકિય પરિવારોમાં ઉત્તરાધિકારી અંગે સંઘર્ષ થયો છે. જાણો ભારતીય ઇતિહાસમાં કયા પરિવારમાં થયો છે આવો સત્તાવિગ્રહ અને શું આવ્યું છે તેનું પરીણામ. click here
- SUKHIBHAVA:
જીવલેણ મચ્છરોથી સુરક્ષિત રહો અને સાવચેતી રાખો: વિશ્વ મચ્છર દિવસ
દર વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા મચ્છરના કરડવાથી થતા રોગોને કારણે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. માહિતી અનુસાર વર્ષ 2019 માં જ ભારતમાં ડેન્ગ્યુના લગભગ 1.35 લાખ કેસ નોંધાયા છે. એટલે જ મચ્છરોને જીવલેણ જીવાતોની શ્રેણીમાં પણ રાખવામાં આવે છે. મચ્છરના કરડવાથી થતા રોગોને રોકવા અને સારવાર માટે વધુ સારી રીતો શોધવાના હેતુથી દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે. click here