આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 આજે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર (Bhupendra Patel Government)માં જનતાના કામો સરળતાથી થાય તે માટે તમામ પ્રધાનો એક્શન મોડમાં છે, ત્યારે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Minister Of Revenue Rajendra Trivedi)એ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે મહેસૂલ વિભાગ (Revenue Department)ની કામગીરીને ધ્યાનમાં લઈને સ્કોર્ડની રચના કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએ કલેક્ટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવશે. Click Hear
2 આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટમાં રદ, HC માં અરજી દાખલ, આજે સુનાવણી થઈ શકે છે
મુંબઈ સેશન્સ કોર્ટે બુધવારે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. આર્યન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે. આર્યન ખાનના વકીલે હવે આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આર્યન ખાનની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 PM Modi એ વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO, નિષ્ણાતો સાથે વાતચીત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) અને નિષ્ણાતો સાથે વાતચીત કરી. click Hear
2 Petrol and Diesel Price: આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવ આકાશ આંબી ગયા
પેટ્રોલ ડીઝલના ભાવો (Petrol and Diesel Price)એ આજે બુધવારે જાહેર જનતાનુ જીવવુ મુશ્કેલ કરી દીધુ છે. ઇંધણની કિંમતોમાં સતત વધારો નોંધાતા જનતા સરકારથી નારાજ પણ છે. બુધવારે ઇંધણ કંપનીઓએ પેટ્રોલિયમ પદાર્થોના ભાવ જાહેર કરી દીધા છે. ઇંધણ કંપનીઓ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમા 34 થી 35 પૈસા સુધીનો વધારો કરાયો છે. click Hear
3 Cabinet meeting માં ખેડૂતો માટે ૫૪૬ કરોડનું પેકેજ કરાયું જાહેર
ગુજરાતના અઢી લાખથી વધારે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકારે ખેડુતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, તેમજ અરજી કરવાનો ખર્ચ પણ સરકાર ભોગવશે. રાજ્યમાં સરકારી ભરતીઓને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, મુખ્યપ્રધાને દરેક વિભાગ પાસે માહિતી માગી છે. રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે. મહેસુલ વિભાગમાં કાલે તમામ કલેકટર અને ડીડીઓ સાથે વિડિઓ કોંફરન્સનું આયોજન કરાશે. click Hear
Explainer
1 શું ગ્લાસગોમાં સોલર ગ્રિડનો આઇડિયા ભારતને બનાવશે ગ્લોબલ લીડર?
ગ્લાસગોના જળવાયુ પરિવર્તન સંમેલન (Glasgow Climate Change Conference)માં જો ગ્લોબલ સોલર ગ્રિડ (Global Solar Grid)નો પ્રસ્તાવ આગળ વધી જાય છે તો સોલર એનર્જી (Solar Energy) માટે ભારતના પ્લાનને નવી દિશા મળશે. સાથે જ તે ગ્લોબલ લીડર (Global Leader)ની ભૂમિકામાં આવી શકે છે. અત્યારે ભારત અનેક સંધિઓનો ભાગ છે, પરંતુ નેતૃત્વની તક તેને ક્યાંય મળી નથી. click Hear