ETV Bharat / bharat

TOP NEWS: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કરાશે, અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - TOP NEWS 31 October

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

31 October NEWS
31 October NEWS
author img

By

Published : Oct 31, 2021, 4:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે જુદા જુદા કાર્યક્રમો

સરદાર પટેલની (Sardar Patel) જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના(Statue of Unity) સાન્નિધ્યમાં કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ બનાવવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાયકલ રેલી, માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. Click Here...

ગૃહપ્રધાન અમિત શાહ આજે કેવડીયા ખાતે આપશે હાજરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં અમિત શાહ સામેલ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન આવવાના હતા, પરંતુ ઇટલી ખાતે જી-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન ગયા હોવાથી હવે શાહ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ શોધ્યો લઘુગ્રહ

એમ.જી.સાયન્સના જીઓલોજીના ત્રીજા વર્ષમાં ભણતા નિરવ વાઘેલા, મૈત્રી મહેશ્વરી, મુંઝાલ યાદવે લઘુ ગ્રહ શોધ્યો છે. IASC- NASA ASTEROID HUNTING COMPETITION નામની વૈશ્વિક સ્પર્ધામાં 20 સપ્ટેમ્બરે તેમને આ રિસર્ચ કરીને નાસા (NASA) માં મોકલ્યું હતું. 9 મહિના સુધી આ વિદ્યાર્થીઓએ તેના પર રિસર્ચ કર્યું હતું અને પહેલીવાર તેમને આ લઘુગ્રહ (Asteroid) શોધ્યો. જેવી રીતે ચંદ્ર પર રિસર્ચ થાય છે તેમ આ લધુગ્રહ પર પણ આગામી સમયમાં રિસર્ચ થઈ શકે છે. Click Here...

આર્યન ખાન જેલમાંથી કરાયો મુક્ત

આર્થર રોડ જેલ પ્રશાસનને ક્રૂઝ ડ્રગ્સ કેસ (cruise drugs case)માં ધરપકડ કરાયેલ આર્યન ખાનના જામીનના આદેશના કાગળો મળ્યા છે. બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આર્યન સહિત ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ જેલ પ્રશાસનને નિયત સમયમર્યાદામાં જામીનના આદેશની નકલ ન મળવાને કારણે શુક્રવારે તેને મુક્ત કરી શકાયો ન હતો. જ્યારબાદ શનિવારે સવારે 11 વાગ્યા બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. Click Here...

વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) અને કેથોલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસ (Pope Francis) વચ્ચેની આ અરસપરસની પ્રથમ મુલાકાત છે. મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે જેમણે 2013માં ફ્રાન્સિસના પોપ બનવા પછી મુલાકાત લીધી છે. વડાપ્રધાન મોદી વેટિકન સિટી સ્ટેટના (Vatican City) સ્ટેટ સેક્રેટરી કાર્ડિનલ પીએત્રો પારોલિન સાથે પણ મુલાકાત કરશે. આ ઐતિહાસિક બેઠક પહેલાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ શુક્રવારે જણાવ્યું હતું કે વડાપ્રધાનની પોપ સાથે અલગથી બેઠક યોજાશે. રોમમાં એક સંવાદદાતા સંમેલનમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પોપની વ્યક્તિગત મુલાકાત કરવાના છે. Click Here...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર લગાવ્યો દુષ્કર્મનો આક્ષેપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ફરી વખત વિવાદોમાં સપડાઈ છે, જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પૂર્વ વિદ્યાર્થિની દ્વારા યુનિવર્સિટીમાં કાયદા ભવનના હેડ (Head of Law Building at the University) દ્વારા પોતાના પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. વિદ્યાર્થિની દ્વારા ફરી યુનિવર્સિટીના પ્રોફેસર વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લગાડવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. Click Here...

  • સ્પોર્ટ્સ...

પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સુરતની મુલાકાતે

વર્ષ 1983માં ભારતને પહેલી વખત ક્રિકેટમાં વર્લ્ડ કપ અપાવનારા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે. તેમાં નિંદા, અપશબ્દો કે હિંસાને કોઈ સ્થાન જ નથી. ટી20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને મળેલા પરાજય અંગે કપિલ દેવે જણાવ્યું હતું કે, એક મેચના પરફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ. કોઈ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો પ્રશંસા થવી જોઈએ. જે ટીમ 30 વર્ષ સારું રમીને જીતી છે. તેની નોંધ પણ લેવી જોઈએ. તે મેચને એ રીતે લેવી જોઈએ કે એક ટીમ આટલા વર્ષો સારું રમી આપણને અનેક મેચો જીતાડી તેમના દ્વારા એક મેચ હારવાથી ભારતની ટીમ નબળી પડી હોય તેવું હું માનતો નથી. Click Here...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.