ETV Bharat / bharat

પાકિસ્તાનને રાજનાથ સિંહનો આકરો સંદેશ, જરૂર પડી તો સરહદ પાર જઇને આતંકવાદીઓ પર થશે કાર્યવાહી - જમ્મુ-કાશ્મીર

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) કહ્યું છે કે, ભારતે પાકિસ્તાન (India Pakistan)ને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આતંકવાદ (Terrorism)ની વિરુદ્ધ કાર્યવાહી ના ફક્ત આ તરફ કરવામાં આવશે, પરંતુ જરૂરિયાત પડવા પર સરહદ પાર પણ કરવામાં આવશે.

પાકિસ્તાનને રાજનાથ સિંહનો આકરો સંદેશ, જરૂર પડી તો સરહદ પાર જઇને આતંકવાદીઓ પર થશે કાર્યવાહી

author img

By

Published : Oct 29, 2021, 8:54 PM IST

  • જરૂર પડશે તો સરહદ પાર આતંકવાદીઓ પર થશે કાર્યવાહી
  • રાજનાથ સિંહે આતંકવાદીઓ અને પાકિસ્તાનને આપ્યો આકરો સંદેશ
  • પહેલા આતંકવાદીઓ વિરુદ્ધ નરમ વલણ અપનાવાતું હતું, હવે સ્થિતિ બદલાઈ

નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) એક કાર્યક્રમમાં કહ્યું છે કે, લોકો કહ્યા કરતા હતા કે કલમ 370 હટી જશે, તો આખું કાશ્મીર (Kashmir) સળગી ઉઠશે. કુલ મળીને જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir) કેટલીક ઘટનાઓને છોડીને શાંતિપૂર્ણ છે.

અલગ-અલગ અથડામણમાં 9 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ જિલ્લામાં આ વર્ષે જૂનથી ઘૂસણખોરી કરવાના પ્રયત્નોમાં વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપ અલગ-અલગ અથડામણમાં 9 આતંકવાદીઓ માર્યા ગયા. સિંહે કહ્યું છે કે, આપણી દુશ્મની શક્તિઓ અકળાઈ રહી છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓની હિંમત તૂટી ગઈ છે.

સેનાનું મોટાપાયે સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ભારતીય થળ સેના 11 ઓક્ટોબરથી મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ઘણા પ્રયાસો કરવા છતાં પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન કોઈ સમર્થન મેળવી શક્યું નથી. સિંહે કહ્યું કે, (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીએ આતંકવાદ સામે ભારતના વલણને નવેસરથી બનાવ્યું અને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે.

પહેલા પાકિસ્તાન સાથે મેચ રમવી કે નહીં તે વિશે વાતો થયા કરતી હતી

યાદ કરો કે પહેલાની સરકારો દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ કયા પ્રકારનું નરમ વલણ રાખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, જો આતંકવાદી હુમલાની ઘટનાઓ થતી હતી ત્યારે પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમવા અથવા નહીં રમવાની વાત થયા કરતી હતી. પ્રધાને કહ્યું કે, સ્થિતિ હવે બદલાઈ ગઈ છે.

આતંકવાદ અને વાતચીત એકસાથે ન થઈ શકે

તેમણે કહ્યું કે, અમારી સરકારે સ્પષ્ટ-સ્પષ્ટ કહી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન ચાલી શકે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરી દીધી છે. તેમણે કહ્યું કે, હવે આપણે ક્રિકેટ મેચ રમવા કે ન રમવા વિશે વાત નથી કરતા. આની જગ્યાએ અમે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, આતંકવાદની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સરહદની આ બાજુ અને જરૂરિયાત પડવા પર સરહદની પેલી બાજુ પણ.

આ પણ વાંચો: આર્યન ખાનને વધુ એક રાત જેલમાં કાઢવી પડશે, જાણો આ છે કારણ...

આ પણ વાંચો: સરકારે 2020-21 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર 8.5 ટકા વ્યાજ દરને આપી મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.