ETV Bharat / bharat

Tokyo Olympics Day 3 : 25 જુલાઈએ 7 રમતો માટે મેદાને ઉતરશે ભારત, આ છે મેડલના પ્રબળ દાવેદાર... - દિવ્યાંશ પનવર

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં બીજા દિવસે મિશ્ર પ્રદર્શન બાદ, ભારતીય રમતવીરો મેડલ જીતીને ત્રીજા દિવસે ભારતને અગ્રેસર રાખે તેવી સંભાવના છે. ભારતીય રમતવીરો રવિવારે સાત રમતોમાં ભાગ લેશે.

Tokyo Olympics Day 3
Tokyo Olympics Day 3
author img

By

Published : Jul 24, 2021, 10:18 PM IST

  • 25 જુલાઈએ ટોક્યો ઓલિમ્પિક્સનો ત્રીજો દિવસ
  • આ ભારતીય રમતવીરો મેળવી શકે છે મેડલ
  • ભારતીય રમતવીરો 7 રમતોમાં લેશે ભાગ

હૈદરાબાદ : 24 જુલાઈએ ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યું હતું. 49 કિગ્રા વર્ગમાં મીરાબાઈએ કુલ 202 વજન સાથે બીજા ક્રમે સ્થાન મેળવ્યું હતું. મીરાબાઈએ બીજા પ્રયાસમાં 89 કિગ્રા અને ક્લિન તથા જર્કના બીજા પ્રયાસમાં 115 કિલો વજન ઉપાડ્યો હતો. આ સ્પર્ધામાં ચીનના ગોલ્ડ જીહોઇ હોઉએ જીત્યું હતું. આ સાથે મીરાબાઈ ભારતની બીજી મહિલા બની છે કે જેણે વેઇટલિફ્ટિંગમાં મેડલ જીત્યો હતો. કર્ણમ મલ્લેશ્વરીએ તેની પહેલા 2000ના સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ રમતવીરો પાસે છે મેડલની આશા

  • પીવી સિંધુ - બેડમિન્ટન

રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ રવિવારે ઇઝરાઇલની કેસિયા પોલિકાર્પોવા સામે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની સમત શરૂ કરશે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર સિંધુ આ વખતે પોતાનાં રિયોના સમયના પ્રદર્શનમાં સુધારો લાવશે. ચેઉંગ અને પોલિકાર્પોવાની રેન્કિંગને જોતા પીવી સિંધુ જૂથને ઉપર પહોંચવા અને પછીના રાઉન્ડમાં આગળ વધવાની પ્રબળ દાવેદાર છે.

  • મેરી કોમ- બોક્સિંગ

ભારતીય બોક્સર મેરી કોમ આ વખતે ટોક્યોમાં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને આવેલા પ્રદર્શનને સુધારવા માંગશે. 6 વખતની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ વિજેતા રવિવારે સવારે ડોમિનિકન રિપબ્લિકની મિગુલિના હર્નાન્ડિઝ ગાર્સિયા સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ઓલિમ્પિક્સ 38 વર્ષીય ફ્લાયવેઇટ ભારતીય બોક્સરને સુવર્ણ પદક જીતવાની છેલ્લી તક છે, જે તેની કારકીર્દિમાં તેમને ક્યારેય મળ્યું નથી.

  • મનુ ભાકર - યશસ્વિની સિંહ દેસવાલ - નિશાનેબાજી

ભારતીય નિશાનેબાજોએ તેમના ટોક્યો ઓલિમ્પિક્સમાં નિરાશાજનક શરૂઆત કરી છે, જેમાં સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તોલ મેડલ ઇવેન્ટમાં સાતમા ક્રમે રહ્યો હતો, જ્યારે તેનો સાથી અભિષેક વર્મા ફાઇનલમાં આવવામાં નિષ્ફળ ગયો હતો. આથી, રવિવારે બધાની નજર યશસ્વિની સિંહ દેસવાલ અને મનુ ભાકર પર રહેશે. જે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લેશે. યશસ્વિની પ્રથમ અને મનુ વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબર પર છે. તે ધ્યાનમાં લેતા બન્ને નિશાનેબાજો પાસેથી ઘણી અપેક્ષાઓ છે કે, બન્ને ફાઇનલમાં પહોંચશે અને ઓલિમ્પિક્સમાં પ્રથમ પ્રદર્શન સાથે દેશમાં નામના મેળવશે.

  • દિવ્યાંશ પવાર - શૂટિંગ

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે સૌથી મોટા પદક વિજેતા તરીકે શૂટિંગનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વિશ્વની 8મા નંબરનો ભારતીય 10 મીટર એર રાઇફલ શૂટર પવાર છે, જે ભારત માટે એક મોટા પદકની પ્રબળ સંભાવના ધરાવે છે. 18 વર્ષીય રમતવિર દિવ્યાંશ 2 વખત જુનિયર વર્લ્ડ ગોલ્ડ મેડાલિસ્ટ 2019માં સફળ રહ્યો છે. ઇલાવેનિલ અને અપૂર્વીની નિષ્ફળતા બાદ એવી અપેક્ષા છે કે પવાર આગલા રાઉન્ડમાં આગળ વધશે અને શૂટિંગમાં મેડલ જીતશે.

  • ભારતીય પુરૂષ ટીમ - હોકી

શનિવારે ન્યુઝીલેન્ડ સામે 3-2થી વિજય મેળવ્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમ રવિવારે તેની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. તેમના પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.