- ટોક્યો ઓલિમ્પિકના 11માં દિવસે ડિસ્કસ થ્રોમાં કમલપ્રીત કૌર પાસે મેડલની આશા હતી
- 3 ફાઉલ થતાં ફાઇનલમાં છઠ્ઠા ક્રમ સુધી જ પહોંચી શકી
- કમલપ્રીત કૌર ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી
ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકના 11માં દિવસે ભારતને ડિસ્કસ થ્રોમાં નિરાશા હાથ લાગી છે. કમલપ્રીત કૌર ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. તેનો શ્રેષ્ઠ થ્રો 63.70 મીટર હતો. જોકે, હોકી તરફથી ભારત માટે સારા સમાચાર છે. મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. રાણી રામપાલની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું હતું. આ સાથે તેણે પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે..
3 ફાઉલ થતાં મેડલનું સપનું સાકાર ન થયું
ડિસ્કસ થ્રોમાં ટેબલમાં કમલપ્રીત કૌરને ટોપ 10 માં સ્થાન મળ્યું છે. તેનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન 63.70નું રહ્યું. કમલકમલપ્રીતના ત્રણ થ્રો ફાઉલ રહ્યા હતા તેણે મેડલ મેળવવા માટે 65.72મીટરથી વધુનો થ્રો કરવાનો હતો. પણ કમલપ્રીતના આ 5માં પ્રયાસમાં 61.37નો જ થ્રો રહ્યો હતો છઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો હતો. જો ત્રણ થ્રો ફાઉલ ન પડ્યા હોત તો મેડલ સુધી પહોંચવામાં કમલપ્રીતને આસાની રહેત. ફાઇનલમાં 12 એથલીટમાંથી 6 સ્થાને પહોંવું પણ એક મોટી સિદ્ધિ કહેવાય. ઓલિમ્પિકમાં કમલપ્રીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અને તેને દેશવાસીઓ વધાવી રહ્યા છે.
આ પણ વાંચો : Tokyo Olympics 2020: 3જી ઑગસ્ટનો ભારતનો કાર્યક્રમ
એથલેટ કમલપ્રીત કૌરે (Kamalpreet Kaur) શાનદાર પ્રદર્શન
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ચક્ર ફેંક સ્પર્ધામાં, ભારતીય એથલેટ કમલપ્રીત કૌરે (Kamalpreet Kaur) શાનદાર પ્રદર્શનના દમ પર ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ હતું. આ 25 વર્ષીય ખેલાડીએ ચક્ર ફેંકમાં 64 મીટરમાં પોતાનો સર્વ શ્રેષ્ઠ પ્રયાસ સાથે ક્વોલીફાઇ કર્યુ હતું.
ભારતે ડીસ્ક થ્રોમાં ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યો નથી
અત્યાર સુધી ભારતે ડીસ્ક થ્રોમાં ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યો નથી.કમલપ્રીત કોર પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના બાદલ ગામની રહેવાસી છે. કમલપ્રીત 2016માં અંડર-18 અને અંડર-20 રાષ્ટ્રીય ચૈમ્પિયન રહી ચૂકી છે.2019માં દોહામાં થયેલા એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં તે 5માં સ્થાને રહી હતી.કમલપ્રીત છેલ્લાં ત્રણ વર્ષથી સતત મહેનત કરીને ઑલિમ્પિક સુધી પહોંચી છે.
આ પણ વાંચો : સિંધુએ મારો જુસ્સો વધાર્યો અને મારી આંખમાંથી આંસુ સરી પડ્યા: સિલ્વર મેડાલીસ્ટ તાઈ જુ
મારામાં ક્રિકેટ રમવાની નૈસર્ગીક પ્રતિભા છે : કમલપ્રીત
કમલપ્રીતે એક મીડિયા રીપોર્ટમાં કહ્યું હતું કે, ઓલિમ્પિક બાદ વિશ્વ ચેમ્પિયનશીપ 2020 અને એશિયાઇ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવા ઇચ્છુ છું. હું કોઇક દિવસ કેટલીક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવા ઇચ્છુ છું. તે મારુ બીજુ ઝનૂન છે. હું એથલેટીક્સ જારી રાખીને ક્રિકેટ રમી શકુ છું. મે મારા ગામની આસપાસના સ્થાનો પર ક્રિકેટ રમી છે. મને લાગે છે કે, મારામાં ક્રિકેટ રમવાની નૈસર્ગીક પ્રતિભા છે.