- આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આજે રવિવારે ઉમેદવારોની યાદી જાહેર કરશે
શનિવારે ભાજપ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. વડાપ્રધાન મોદી સહિત પાર્ટીના ઉચ્ચ નેતાઓની બેઠકમાં આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસીય ઉત્તરપ્રદેશની મુલાકાતે, આજે બીજો દિવસ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે રવિવારે ઉત્તરપ્રદેશની મુલાકાતનો બીજો દિવસ છે.
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આસામ અને બંગાળમાં જન સભા ગજવશે.
વિધાનસભા ચૂંટણીના પગલે ભાજપના મોટા નેતાઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે રવિવારે ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસીય આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર રહેશે. આ સમય દરમિયાન તે જાહેર સભાઓ અને અન્ય રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે.
- મોડાસાની પ્રતિષ્ઠિત નાગરીક સહકારી બેંકની આજે ચૂંટણી
મોડાસાની નાગરિક સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડીરેકટર્સની 12 બેઠકોમાં 19 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીજંગને લઈને નગરમાં ભારે રસાકસી જામશે એમ મનાઈ રહયું છે.
- પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે વડતાલ ટેમ્પલ બોર્ડની ગૃહસ્થ વિભાગની ચૂંટણી
વડતાલ ટેમ્પલ બોર્ડની મોકુફ રહેલી ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે, વડતાલના હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે જૂથને વધારે મત મળશે તેને વડતાલ મંદિરનો અને તેની સાથે સંકળાયેલા તાબેના મંદિરોનો વહીવટીનો ચાર્જ સંભાળશે.
- પાવાગઢ મહાકાળી માતા મંદિર નવીનીકરણને પગલે 6 દિવસ બંધ રહ્યા બાદ ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે
દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર 6 દિવસ બાદ ખુલ્યું છે. જેને પગલે ભક્તો દર્શન માટે પહોંચ્યા છે.
- સાબરમતીથી નીકળેલી દાંડીયાત્રાનો ત્રીજો દિવસ, માતરમાં રાત્રિ રોકાણ બાદ પદયાત્રીઓ નડિયાદ કૂચ કરશે
સાબરમતીથી 12 માર્ચે નીકળેલી દાંડીયાત્રાનો આજે રવિવારે ત્રીજો દિવસ છે. જે માતરમાં રાત્રિ રોકાણ બાદ નડિયાદ બાજુ કૂચ કરશે
- અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સઘન અને ઘનિષ્ઠ ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ કરાશે
અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સઘન અને ઘનિષ્ઠ ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને સ્કિનિંગ કરશે.
- બોલીવૂડ અભિનેતા આમીર ખાન અને ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીનો આજે જન્મદિવસ
આમિર ખાન સાથે આજે બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીનો પણ જન્મદિવસ છે. ગોલમાલ, ચેન્નઇ એક્સપ્રેસ, સિંધમ અને સિંબા જેવી એક પછી એક સુપર હિટ ફિલ્મો આપનાર બોલિવૂડના જાણીતા ડાયરેક્ટરને હવે કોઇ ઓળખની જરૂર નથી. જો કે આજે રોહિત શેટ્ટીનું નામ જ તેમની ઓળખ બની ગયું છે.
- ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમામાં બીજી T20 મેચ રમાશે, ઇંગ્લેન્ડ સિરિઝમાં 1-0 થી આગળ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમામાં આજે બીજી T20 મેચ રમાશે. અગાઉના મેચનમાં ઇંગ્લેન્ડ સિરિઝમાં 1-0 થી આગળ હતુ.