- આણંદઃ સિહોલ બેઠક માટે આજે બોરીયા ગામમાં ફરી મતદાન થશે
રાજ્યના આણંદ જિલ્લાની સિહોલ બેઠકના બોરીયા ગામમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે એક બુથ પર સવારના 7 થી સાંજના 6 વાગ્યા દરમિયાન ફરી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
- આજથી બોલીવુડ ફિલ્મ મિશન મજનુનું શૂટિંગ શરુ થશે
સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના બોલિવુડમાં પોતાની ડેબ્યૂ ફિલ્મ મિશન મજનુનું આજથી શૂટિંગ શરૂ કરશે. તેઓ મિશન મજનુ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરશે. ઉલ્લેખનીય છે કે તેમણે સાઉથની ફિલ્મોમાં તેઓ અભિનય કરી ચુકી છે.
- જર્મનીમાં લોકડાઉનના સમયમાં વધારો, વધુ 3 સપ્તાહ સુધી રહેશે લોકડાઉન
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર યથાવત છે ત્યારે જે તે દેશ દ્વારા સાવચેતીના ભાગરુપે પગલાઓ ભરે છે. એ જ રીતે જર્મનીની સરકરા દ્વારા કોરોના વાઈરસના કારણે લાદેલા લોકડાઉનના સમયમાં વધારો કર્યો છે. જે 28 માર્ચ સુધી જર્મનીમાં લોકડાઉન રહેશે.
- પશ્ચિમ બંગાળઃ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક
આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે. પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરી શકે છે.
- ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મોદી-શાહ રહેશે ઉપસ્થિત
આજે યોજાનારી ભાજપની કેન્દ્રીય યુંટણી સમિતિની બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત.
- આંધ્રપ્રદેશઃ અમિત શાહની અધ્યક્ષતામાં અજે સાઉથર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક
આંધ્રપ્રદેશઃ સાઉથર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક આજે યોજાવાની છે. સાઉથર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે.
- અમદાવાદઃ ઉનાળાની શરુઆતમાં જ પાણી કાપ, કોતરપુર વોટર વર્કસમાં મરામત કામ હાથ ધરાશે
અમદાવાદ શહેરમાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને મધ્ય ઝોનમાં સાંજે પાણી કાપ મુકાયો એટલે કે પાણી આજે નહીં મળે. કોતરપુર વોટર વર્કસમાં પાઇપલાઇનમાં થયેલા લિકેજનું મરામત કામ કરવા માટે પાણી કામ મુકવામાં આવ્યો છે.
- રાજ્યપાલ દેવવ્રત ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં હાજરી આપશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના 7માં દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની ઉપસ્થિતીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો 7માં દીક્ષાંત સમારોહ યોજાશે.
- રાજકોટના બે વોર્ડમાં પણ પાણી કાપ લદ્દાયો
રંગીલા રાજકોટ શહેરના 2 વોર્ડમાં ઉનાળાની શરુઆતમાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ મુકવામાં આવ્યો છે.
- ક્રાઈમઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં બાઈકસ્વાર યુવકોએ વિદ્યાર્થીનીને ગોળી મારી
ઉત્તર પ્રદેશમા મેરઠમાં બાઈકસ્વાર યુવકોએ વિદ્યાર્થીનીને ગોળી મારી હોવાની ઘટના સામે આવી છે. દવા લેવા ગયેલી વિદ્યાર્થીનીને બાઈકસ્વાર બે યુવકોએ ગોળી ધરબી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.