ETV Bharat / bharat

આજે World Alzheimer Day: આ બિમારી શું છે અને કોને થાય? જાણો - અલ્ઝાઈમર્સ એસોસિયેશન

અલ્ઝાઈમર્સ ડિસીઝ શું છે? સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, અલ્ઝાઈમર્સ ડિસીઝ એક પ્રકારે ડિમેન્શિયા છે, જે 60 વર્ષની ઉંમર બાદ વ્યક્તિને પોતાનો ભોગ બનાવી શકે છે. અલ્ઝાઈમર્સ ડિસીઝનું સૌથી વધારે જોખમ વધતી ઉંમર છે. આ બીમારીનું જોખમ ઉંમરની સાથે વધે છે. એવું નથી કે યુવાનો અલ્ઝાઈમર્સનો ભોગ નથી બનતા, પરંતુ સામાન્ય રીતે યુવાનોમાં ભાગ્યે જ જોવા મળે છે. જુઓ અલ્ઝાઈમર્સ અંગે વિસ્તૃત અહેવાલ.

આજે World Alzheimer Day
આજે World Alzheimer Day
author img

By

Published : Sep 21, 2021, 8:48 AM IST

Updated : Sep 21, 2021, 12:12 PM IST

  • આજે 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ
  • અલ્ઝાઈમર્સ 60 વર્ષની ઉંમર બાદ વ્યક્તિને ભોગ બનાવે છે
  • સામાન્ય રીતે યુવાનોમાં ભાગ્યે જ આ રોગ જોવા મળે છે
  • અલ્ઝાઈમર્સમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારવા અને સમજવાની શક્તિ ઓછી થઈ જાય છે

ન્યુઝ ડેસ્કઃ આજે 21 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ અલ્ઝાઈમર ડે (world alzheimer day) છે. ત્યારે ETV Bharat અલ્ઝાઈમર્સ અંગેની વિસ્તૃત માહિતી લઈને આવ્યું છે. અલ્ઝાઈમર્સ અંગે વાત કરીએ તો, આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારવાની અને સમજવાની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અલ્ઝાઈમર્સ એસોસિયેશનના (Alzheimer's Association) જણાવ્યા પ્રમાણે, આ બીમારીનું વધવાનું સ્તર દરેક દર્દીમાં અલગ અલગ હોય છે, પરંતુ સરેરાશ દર્દી લક્ષણ શરૂ થયાના 8 વર્ષ સુધી જીવિત રહે છે. અલ્ઝાઈમર્સ ડિસીઝના પ્રારંભિક લક્ષણો શું હોઈ શકે છે? અલ્ઝાઈમર્સ ડિસીઝના કારણે આપણે આપણું રોજનું કામ બરાબર કરી શકતા નથી. આ બીમારીથી પીડાતા દરેક દર્દીઓને વસ્તુઓ યાદ રાખવામાં, ગણતરી કરવામાં, બીજાનો સંપર્ક જાળવી રાખવામાં મુશ્કેલી થાય છે. આ ડિસીઝના પ્રારંભિક 10 લક્ષણો અથવા સંકેતો હોઈ શકે છે.

આ પણ વાંચો- ફિઝિયોથેરપી ફક્ત હાડકાંને સ્નાયુઓ માટે નથી હોતી, જોણો વિશેષ માહિતી...

યાદશક્તિ ગુમાવવીઃ અલ્ઝાઈમર્સ ડિસીઝનું સૌથી સામાન્ય લક્ષણ છે યાદશક્તિમાં ઘટાડો થવો. ખાસ કરીને પ્રારંભિક તબક્કે. જો વ્યક્તિ તાજેતરમાં જાણીતી વસ્તુઓ વિશે ભૂલી જાય છે, તો પછી આ પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

પ્લાનિંગ અને પ્રોબ્લમ સોલ્વ કરવામાં મુશ્કેલીઃ ડિમેન્શિયાથી પીડિતા લોકો કોઈ પ્લાન બનાવવામાં અથવા તેનું પાલન કરવું મુશ્કેલ થઈ શકે છે. આ ઉપરાંત તેમને નંબરોની સાથે કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે. લોકોને કોઈ કોઈ રેસીપી અથવા માસિક બિલ યાદ રાખવું મુશ્કેલ થઈ શકે છે. આ સિવાય, તેઓ એવું કામ કરવામાં ખૂબ સમય લે છે જે તેઓ સરળતાથી કરી શકે છે

આ પણ વાંચો- આજે International Democracy Day, જાણો આ દિવસનું મહત્ત્વ

સરળ વસ્તુઓ ભૂલી જવી: અલ્ઝાઈમર્સ પીડત વ્યક્તિને દરરોજના કામમાં સામેલ સરળ વસ્તુઓને પૂર્ણ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે, તેઓને તેમની પસંદગીની રમતનાં નિયમો યાદ નથી અથવા કરિયાણાનું લિસ્ટ બનાવવામાં અસમર્થ છે. જગ્યા કે સમય સાથે કન્ફ્યુઝન થવું: લોકોને સમય અને જગ્યાનું ધ્યાન નથી રહેતું. તાજેતરમાં થઈ ગયેલી ઘટના સમજવા સમય લાગે છે. તો ઘણી વાર તેમને એ પણ નથી સમજાતું કે, તેઓ ક્યાં છે અને તે જગ્યા સુધી કેવી રીતે પહોંચ્યાં.

બોલવા-લખવામાં મુશ્કેલી: વાચચીતમાં મુશ્કેલી થવી પણ તેનું લક્ષણ માનવામાં આવે છે. અલ્ઝાઈમર્સથી પીડિત લોકો કોઈ પણ વાતચીતમાં સામેલ થવા પર મુશ્કેલીનો સામનો કરે છે. બની શકે તેઓ અધૂરી વાતચીત છોડીને ચાલ્યા જાય અથવા બની શકે તેમને ખબર જ ન હોય કે શું બોલવું છે અને પોતાની વાતનું રિપિટેશન કરતાં રહે. તેમને શબ્દો સાથે પણ મુશ્કેલી થઈ શકે છે અથવા બની શકે તેઓ જાણીતી વસ્તુને ખોટા નામની બોલાવે.

વસ્તુ મૂકીને ભૂલી જવી: દર્દી પોતાની વસ્તુઓને કોઈ પણ સ્થળે મૂકે છે અથવા મૂકીને ભૂલી જાય છે. બની શકે તેઓ જગ્યા ન ઓળખી શકે, જ્યાં તેમને વસ્તુઓ રાખવાની હોય. બની શકે તેઓ બીજા વ્યક્તિ પર વસ્તુઓ ચોરી કરવાનો આરોપ લગાવે. તે બીમારી વધવાના સંકેત છે.

સમજણમાં મુશ્કેલી: આ બીમારીમાં બની શકે દર્દી કોઈ પણ નિર્ણય લેવામાં મુશ્કેલી મહેસૂસ કરે. ઉદાહરણ તરીકે કોઈને પેમેન્ટ કરવું અથવા પોતાને સ્વચ્છ રાખવાની આદતો ઓછી કરવી.

જૂની આદતો છોડવી: અલ્ઝાઈમર્સથી પીડિત વ્યક્તિને વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. તેવામાં વ્યક્તિ તેની હોબી, સોશિયલ એક્ટિવિટી અને અન્ય વસ્તુઓથી દૂર રહેવા લાગે છે. આ સિવાય પીડિત તેની મનગમતી વસ્તુથી પણ અળગા રહે છે.

અલ્ઝાઈમર્સ રોગના જોખમ વિશે જાણીએ: CDC પ્રમાણે, વૈજ્ઞાનિક હજી પણ અલ્ઝાઈમર્સ રોગનું ચોક્કસ કારણ શોધી શક્યા નથી. જોકે, ઉંમર વધે તેમ આ બીમારીનું જોખમ પણ વધી જાય છે. સંશોધક સ્ટડી કરી રહ્યા છે કે, બીમારીની અસર વધવાથી અભ્યાસ, ભોજન કે વાતાવરણ પર પણ અસર પડે છે કે નહીં. અલ્ઝાઈમર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, આ કેટલાક ફેક્ટરથી બીમારીનું જોખમ બધી શકે છે.

પરિવારમાં અન્ય કોઈને અલ્ઝાઈમર્સ: જો પરિવારમાં પેરેન્ટ્સ કે ભાઈ-બહેનને અલ્ઝાઈમર્સ હોય તો અન્ય મેમ્બરને પણ આ બીમારી થવાની સંભાવના વધી જાય છે. વૈજ્ઞાનિકોને હજી આ બીમારી ફેલાવાનું કારણ ખબર નથી, પરંતુ જિનેટિક્સ અને વાતાવરણને લીધે તે થઇ શકે છે.

Last Updated : Sep 21, 2021, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.