- પ્રજાસત્તાક દિવસ 2022ના પ્રસંગે દેશના અનેક પ્રતિષ્ઠિત લોકોને અપાશે પદ્મ પુરસ્કાર
- પદ્મ પુરસ્કાર 2022 માટે ઓનલાઈન નોમિનેશન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ
- મોદી સરકાર વર્ષ 2014થી વિવિધ પ્રકારે સમાજમાં યોગદાન આપ્યું હોય તેવા લોકોને આપે છે પુરસ્કાર
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ 2022ના પ્રસંગ પર જાહેર થનારા પદ્મ પુરસ્કારો (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી) માટે ઓનલાઈન નોમિનેશન દાખલ કરવાની આજે છેલ્લી તારીખ છે. પદ્મ પુરસ્કારો માટે નોમિનેશન કે ભલામણ માત્ર પદ્મ પુરસ્કાર પોર્ટલ padmaawards.gov.in પર ઓનલાઈન મોકલી શકાય છે.
આ પણ વાંચોઃ Padma Puraskaar: જમીન સ્તરે અસાધારણ કામ કરતા લોકોને મોદી સરકાર આપશે પદ્મ પુરસ્કાર
ત્રણ શ્રેણીમાં અપાય છે પદ્મ પુરસ્કાર
પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ (અસાધારણ અને વિશેષ સેવા માટે), પદ્મ ભૂષણ (ઉચ્ચ ક્રમની વિશેષ સેવા) અને પદ્મ શ્રી (પ્રતિષ્ઠિત સેવા). આ પુરસ્કાર પ્રવૃત્તિઓ કે વિષયોના તમામ ક્ષેત્રોમાં ઉપલબ્ધીઓને માન્યતા આપવા માગે છે, જ્યાં સાર્વજનિક સેવાનું એક તત્ત્વ સામેલ છે. પદ્મ પુરસ્કાર સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણ પર આપવામાં આવે છે, જેનું ગઠન દર વર્ષે વડાપ્રધાન કરે છે.
આ પણ વાંચોઃ કોર્ટમાં પતંગિયાની માફક ફરતી અને હરીફને હંફાવી દેતી પી વી સિંધુ
નોમિનેશનમાં તમામ સંબંધિત વિગતો સામેલ હોવી જોઈએ
ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર, સરકાર પદ્મ પુરસ્કારોને 'જન પદ્મ'ના રૂપમાં બદલવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે નાગરિક સ્વ-નામાંકન (Self-Nomination) સહિત નોમિનેશન કરી શકે છે. આનાથી એ પ્રભાવશાળી વ્યક્તિઓની ઓળખ કરવા માટેના પ્રયત્ન કરી શકાય છે, જેની ઉત્કૃષ્ટતા અને ઉપલબ્ધીઓ ખરેખર મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, દિવ્યાંગ વ્યક્તિઓ વચ્ચે વખાણવા લાયક યોગ્ય છે અને જે નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરી રહ્યા છે. નોમિનેશનમાં એ તમામ સંબંધિત વિગતો સામેલ હોવી જોઈએ, જે ઉપરોક્ત પદ્મ પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યાછે. તેવામાં એક વર્ણનાત્મક (મહત્તમ 800 શબ્દ) પણ સામેલ હોવા જોઈએ, જેમાં વ્યક્તિની વિશેષ અને અસાધારણ ઉપલબ્ધીઓ અને વ્યક્તિ દ્વારા આપવામાં આવતી સેવા સામેલ હોવી જોઈએ.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પુરસ્કાર વિજેતાઓની જાણકારી મેળવવા વિશેષ તપાસ સમિતિ બનાવવા કહ્યું છે
કેન્દ્ર સરકારે પહેલા જ તમામ રાજ્યોને સંભવિત પુરસ્કાર વિજેતાઓની જાણકારી મેળવવા માટે એક વિશેષ તપાસ સમિતિ બનાવવા કહ્યું છે, જેમાં તેમની અસાધારણ સેવાઓ સિવાય આ પુરસ્કાર માટે તેમના નામ પર અત્યાર સુધી વિચાર નથી કરવામાં આવ્યા. મોદી સરકાર વર્ષ 2014થી એવા નાયકોને પદ્મ પુરસ્કાર આપી રહી છે, જેમણે વિવિધ પ્રકારે સમાજમાં યોગદાન આપ્યું છે.