ETV Bharat / bharat

આજે Indian Air Force Day 2021, ભારતીય વાયુ સેનાનો 89મો સ્થાપના દિવસ, જાણો આ દિવસ વિશે - ભારતીય વાયુસેનાના પહેલા ચીફ થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટ

આજે 8 ઓક્ટોબર એટલે ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day 2021). આ વર્ષે ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. ભારતીય વાયુસેના વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાંથી એક છે. વાયુસેનાએ અનેક વખત પોતાના પરાક્રમથી ભારતને ગૌરવ અપાવ્યું છે.

આજે Indian Air Force Day 2021, ભારતીય વાયુ સેનાનો 89મો સ્થાપના દિવસ, જાણો આ દિવસ વિશે

author img

By

Published : Oct 8, 2021, 9:12 AM IST

Updated : Oct 8, 2021, 11:00 AM IST

  • આજે ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ (Indian Air Force Day 2021)
  • વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનામાંથી એક ભારતીય વાયુસેના (Indian Air Force) છે
  • વાયુસેનાએ અનેક વખત પોતાના પરાક્રમથી ભારતને ગૌરવ અપાવ્યું છે

ન્યૂઝ ડેસ્કઃ 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ માટે દર વર્ષે 8 ઓક્ટોબરે વાયુસેના દિવસની (Indian Air Force Day 2021) ઉજવણી કરવામાં આવે છે. દેશના સ્વતંત્ર થતા પહેલા વાયુસેનાને રોયલ ઈન્ડિયન એર ફોર્સ (RIAF) કહેવામાં આવતી હતી. જોકે, આઝાદી પછી વાયુસેનાના નામમાંથી 'રોયલ' શબ્દને હટાવીને ઈન્ડિયન એરફોર્સ કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલ 1933ના દિવસે વાયુસેનાની પ્રથમ ટુકડી બની હતી, જેમાં 6 IAF-ટ્રેન્ડ ઓફિસર અને 19 હવાઈ સૈનિકોને સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- International Non Violence Day : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ

ભારતીય વાયુસેનાના પહેલા ચીફ થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટ હતા

આઝાદીની પહેલા વાયુસેના આર્મી હેઠળ કામ કરતી હતી. એરફોર્સને આર્મીથી 'આઝાદ' કરવાનો શ્રેય ભારતીય વાયુસેનાના પહેલા કમાન્ડર ઈન ચીફ એર માર્શલ સર થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટને જાય છે. આઝાદી પછી તેમને ભારતીય વાયુસેનાના પહેલા ચીફ, એર માર્શલ બનાવવામાં આવ્યા હતા. તેઓ 15 ઓગસ્ટ 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર રહ્યા હતા.

  • Greetings & warm wishes to all #IndianAirForce personnel & their families on 89th anniversary of this indomitable force. Proud of our air warriors for responding to varied challenges with alacrity & resilience & being steadfast in the service to nation: Defence Min Rajnath Singh pic.twitter.com/iqc6pZYQdF

    — ANI (@ANI) October 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- World vegetarian Day 2021: શાકાહારી ભોજન વિશેની 5 ગેરમાન્યતાઓ, જાણો શું છે સત્ય

વાયુસેનાનું આદર્શ વાક્ય ભગવદ્ ગીતામાંથી લેવાયું છે

ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય છેઃ 'નભઃ સ્પૃશં દીપ્તમ'. આને શ્રીમદ્ ભગવદ ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશનો એક અંશ છે.

ભારતીય વાયુ સેના
ભારતીય વાયુ સેના
ભારતીય વાયુ સેના
ભારતીય વાયુ સેના

વાયુસેનાનો ધ્વજ

વાયુસેના ધ્વજ, વાયુસેના નિશાનથી અલગ, વાદળી રંગનું છે, જેને શરૂઆતી એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ બનેલો છે અને વચ્ચેના ભાગમાં રાષ્ટ્રીય ધ્વજને ત્રણ રંગ એટલે કે કેસરી, ધોળા અને લીલા રંગથી બનાવેલા એક વૃત્ત (ગોળાકાર આકૃતિ) છે. આ ધ્વજ 1951માં અપનાવવામાં આવ્યો હતો.

Last Updated : Oct 8, 2021, 11:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.