ETV Bharat / bharat

અદાણીના શેર ગગડ્યા, એક ક્લાકમાં થયું સો કરોડનું નુકસાન, કંપનીએ ગણાવી ભ્રામક ખબર - માર્કેટ માટે બ્લેક ડે

અદાણી એન્ટરપ્રાઇઝ બીએસઇ પર 24.99 ટકા ગગડીને 1,201.10 રૂપિયા પર અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 18.75 ટકા ગગડીને 681.50 રૂપિયા પર અટક્યો હતો. લગભગ એક ક્લાકમાં કંપનીને સો કરોડનું નુકસાન થયું છે. જો કે કંપનીએ આ સમાચારને ભ્રામક ગણાવ્યા છે.

અદાણીના શેર ગગડ્યા
અદાણીના શેર ગગડ્યા
author img

By

Published : Jun 14, 2021, 7:48 PM IST

  • શેરબજાર માટે કાળો દિવસ
  • અદાણી ગ્રુપનો ગગડ્યા શેર
  • શેર બજારમાં પડ્યો સોંપો

ન્યૂઝ ડેસ્ક: અદાણી ગ્રુપની કંપનીઓમાં ભાગીદારી રાખનાર કેટલાક FPI ખાતા ધારકોને NSDL દ્વારા જપ્ત કરવાના સમાચાર સામે આવતા આ કંપનીઓએ શેરના કારોબારમાં સોમવારની સવારે 25 ટકા સુધીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમ્યાન અદાણી એન્ટરપ્રાઇઝ બીએસઇ પર 24.99 ટકા ગગડીને 1,201.10 રૂપિયા પર અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 18.75 ટકા ગગડીને 681.50 રૂપિયા પર અટક્યો હતો. આ સિવાય અદાણી ગ્રીન એનર્જી 5 ટકા નીચે પડીને 1165.35 રૂપિયા પર, અદાણી ટોટલ ગેસ પાંચ ટકા પડીને 1544.55 રૂપિયો, અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકા પડીને 1517.25 રૂપિયા આ શેર્સએ પોતાની નીચેની સર્કિટ સીમાને પર કરી લીઘી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર NSDLએ 3 વિદેશી ફંડ જપ્ત કરી લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતાં. જેની પાસે અદાણીની ચાર કંપનીઓની ભાગીદારી હતી. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતું કે 31 મે પહેલા તેને જપ્ત કરવામાં આવ્યા હતા.

અદાણીએ સમાચારને ગણાવ્યા ખોટા

અરબપતિ ગૌતમ અદાણીના સમૂહે સોમવારે જણાવ્યું છે કે તેમની પાસે આ વાતની લેખીતમાં માહિતી છે કે તેમના ટોચના શેરધારકોમાં શામેલ 3 વિદેશી ફંડને જપ્ત નથી કરવામાં આવ્યું અને આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટી અને ભ્રામક છે. અદાણી સમૂહની કંપનીઓમાં ભાગીદાર રહેનાર કેટલીક કંપનીઓના FPI ખાતાના NSDL દ્વારા જપ્ત કરવાના સમાચાર સામે આવ્યા પછી આ કંપનીના શેર ગગડતા જોવા મળ્યા હતાં

અદાણીની પ્રમુખ કંપનીઓ

સમૂહની મુખ્ય કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝની સાથે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમીશન અને અદાણી પાવરે શેર બજારને જણાવ્યું છે સમૂહમાં ઇન્વેસ્ટ કરનાર કંપનીઓ જેવી કે એમ્બ્યુલા ઇન્વેસ્ટ, ક્રેસ્ટા ફંડ, એપીએસ ફંડને NSDL દ્વારા જપ્ત કરવાની વાત સંપૂર્ણ રીતે ભ્રામક છે. આ કંપનીઓ એ જણાવ્યું છે કે આના કારણે ઇન્વેસ્ટર્સને મોટા પ્રમાણમાં આર્થિક અને કંપનીની છબીને નુકસાન થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.