- પશ્ચિમ બંગાળમાં 30 વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન
- પશ્ચિમ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી
- આ કેસમાં પોલીસ દ્વારા 8 લોકોની ધરપકડ કરવામાં આવી
પશ્ચિમ બંગાળ: આજે 1 એપ્રિલે રાજ્યમાં 30 વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પરંતુ, મતદાન પહેલા જ પશ્ચિમ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ
શું હતો સમગ્ર મામલો!
મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના દાદપુર ગામમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા શખ્સોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં, તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મામલે પશ્ચિમ મિદનાપુરના પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળ્યા બાદ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ 8 લોકોની શંકાના આધારે ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ, તેમની પૂછપરછ કરાવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં કટોકટની લડાઈઃ નંદીગ્રામમાં જામ્યો છે જંગ