- મમતા બેનર્જી પોતાના કાલીઘાટ સ્થિત ઘર પર પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરી શકે છે
- તૃણમૂલ જાહેર કરશે ઘોષણા પત્ર
- ત્રણ વખત સ્થગિત ચૂક્યો છે કાર્યક્રમ
કલકત્તાઃ પશ્ચિમ બંગાળની સત્તારુઢ પાર્ટી તૃણમૂલ કોગ્રેસ આજે પોતાનું ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરશે. ગયા રવિવારે પાર્ટીએ ત્રીજીવાર ઘોષણા પત્ર જાહેર કરવાનો કાર્યક્રમ સ્થગિત કરી દીધો હતો પરંતુ કાર્યક્રમ બંધ રાખવાનું કારણ જણાવ્યું ન હતું.
મમતા બેનર્જી પોતાના કાલીઘાટ સ્થિત ઘર પર પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરી શકે છે
મીડિયા રિપોર્ટસ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતાના કાલીઘાટ સ્થિત ઘર પર પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરી શકે છે. રવિવારે પણ મમતાને પોતાના ઘરથી જ ઘોષણા પત્ર જાહેર કર્યું હતું.
આ પણ વાંચો: વ્હિલચેર પર રોડ શો બાદ ગર્જી મમતા, ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે
તૃણમૂલ જાહેર કરશે ઘોષણા પત્ર
આ સંબંધે વરિષ્ઠ તૃણમૂલ નેતાએ કહ્યું હતું કે, ઘોષણા પત્ર જાહેર કરવાના કાર્યક્રમને થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો છે. જેને જલદી જાહેર કરવામાં આવશે.
ત્રણ વખત સ્થગિત ચૂક્યો છે કાર્યક્રમ
ઉલ્લેખનિય છે કે તૃણમૂલ કોંગ્રેસે ઘોષણા કરી હતી કે તેઓ 9 માર્ચે ઘોષણા પત્ર જાહેર કરશે પરંતું કલકત્તામાં આગની ઘટના અને 9 લોકોના મૃત્યુ બાદ પાર્ટીએ આ કાર્યક્રમને 11 માર્ચ સુધી બંધ રાખ્યો છે.
આ પણ વાંચો: ઈજા બાદ મમતા એક્શન મોડમાં, આજે વ્હીલચેર પર કરશે પદયાત્રા, TMCનું જાહેરનામું મુલતવી
મમતા બેનર્ઝીએ 5 માર્ચે પાર્ટીનાં 291 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી
રાજ્યમાં સત્તારુઢ પાર્ટીએ 10 માર્ચે પૂર્વ મિદનાપુર જિલ્લાનાં નંદીગ્રામમાં ચૂંટણી અભિયાન સમયે મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર થયેલા કથિત હુમલાની પૂષ્ઠભુમિમાં ગયા બુધવારે પણ ઘોષણા પત્ર જાહેર કર્યું ન હતું. તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ 5 માર્ચે પાર્ટીનાં 291 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા માટે 8 વિભાગમાં ચૂંટણી યોજાશે
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા માટે 8 વિભાગમાં ચૂંટણી યોજાવાની છે જેની શરૂઆત 27 માર્ચથી થશે. ચૂંટણીના રિઝલ્ટ બે મેનાં રોજ આવશે.