ETV Bharat / bharat

J&K Pulwama : પુલવામામાં બે પિસ્તોલ સાથે ત્રણ શંકાસ્પદ શખ્સને સુરક્ષા દળોએ દબોચ્યા

ભારતીય આર્મીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પુલવામાના પંઝુ અને ગામિરાજમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ત્રણેય ઈસમો પાસેથી બે પિસ્તોલ અને આપત્તિજનક સામાન મળી આવ્યો હતો.

J&K Pulwama
J&K Pulwama
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 2:19 PM IST

Updated : Dec 26, 2023, 3:17 PM IST

જમ્મુ અને કાશ્મીર : ભારતીય સેનાએ મંગળવારના રોજ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ભારતીય આર્મીએ પકડાયેલા શખ્સો પાસેથી બે પિસ્તોલ અને કેટલાક રાઉન્ડ જપ્ત કરવાનો દાવો કર્યો છે.

  • OP PANZU & OP GAMIRAJ, #Pulwama

    Based on specific intelligence inputs, a Joint Cordon & Search Operation (CASO) was launched by #IndianArmy & @JmuKmrPolice at Panzu & Gamiraj in Pulwama on 25 Dec 23. Three suspected individuals have been apprehended with recovery of 02xPistol… pic.twitter.com/pthSvhwZ4i

    — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આર્મી-પોલીસનું જોઈન્ટ ઓપરેશન : ટ્વીટર પર એક પોસ્ટમાં શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પુલવામાના પંઝુ અને ગામીરાજ ખાતે કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન બે વ્યક્તિને પકડી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પકડાયેલા શખ્સો પાસેથી બે પિસ્તોલ અને કેટલાક રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા છે.

આતંકી હુમલાની આશંકા : ભારતીય સેનાના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંબંધમાં સેનાને મળેલ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા 25 ડિસેમ્બર 23 ના રોજ પુલવામાના પંઝુ અને ગામિરાજ ખાતે સંયુક્ત કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન (CASO) શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે પિસ્તોલ અને અન્ય યુદ્ધ સામગ્રી જેવી વસ્તુઓ સાથે ત્રણ શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હાલ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત પૂછપરછ ચાલુ છે.

શંકાસ્પદ શખ્સ ઝડપાયા : આ રિપોર્ટ ફાઈલ ન થાય ત્યાં સુધી સેનાએ કથિત શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. ઉપરાંત ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસ તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારને આતંકવાદીઓની હાજરીને કારણે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાની ત્રાલનો રહેવાસી હતો. 2016 માં તેની હત્યાને કારણે મહિનાઓ સુધી આંદોલન ચાલ્યા હતા.

  1. Human trafficking: ફ્રાંસમાં 4 દિવસ સુધી ફસાયેલું વિમાન આખરે મુંબઈ પહોંચ્યું, જાણો શું હતો સમગ્ર મામલો
  2. Army Chief Visit Jammu Kashmir: આર્મી ચીફે પુંછની મુલાકાત લીધી, કમાન્ડરો સાથે કર્યો વાર્તાલાપ

Last Updated : Dec 26, 2023, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.