ETV Bharat / bharat

ભારત-નેપાળ સરહદે 1.5 કરોડના ચરસ સાથે ત્રણ રશિયન નાગરિકોની ધરપકડ

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ (India Nepal Border) પર ઈમિગ્રેશન વિભાગને મોટી સફળતા મળી છે. અહીં ઇમિગ્રેશન વિભાગની ટીમે 1.5 કરોડ રૂપિયાના ચરસ સાથે 3 રશિયન નાગરિકોની ધરપકડ (Three Russian Arrested With Charas) કરી છે. પકડાયેલા વિદેશી નાગરિકોમાં એક મહિલા છે.

ભારત-નેપાળ સરહદે 1.5 કરોડના ચરસ સાથે ત્રણ રશિયન નાગરિકોની ધરપકડ
ભારત-નેપાળ સરહદે 1.5 કરોડના ચરસ સાથે ત્રણ રશિયન નાગરિકોની ધરપકડ
author img

By

Published : Apr 3, 2022, 4:29 PM IST

પૂર્વ ચંપારણઃ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રક્સૌલમાં ભારત-નેપાળ સરહદ (India Nepal Border) પર 1.5 કરોડના ચરસ સાથે ત્રણ રશિયન નાગરિકોની ધરપકડ (Three Russian Arrested With Charas) કરવામાં આવી છે. ઇમિગ્રેશન વિભાગે શનિવારે રશિયન લોકો પાસેથી પાસેથી 1.5 કરોડની કિંમતનું ચરસ જપ્ત કર્યું હતું. પકડાયેલા વિદેશીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વડોદરામાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

1.5 કરોડના ચરસ ઝપ્ત : રક્સૌલમાં ભારત નેપાળ બોર્ડર પર 1.5 કરોડના ચરસ સાથે એક મહિલા સહિત ત્રણ રશિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અટકાયત કરાયેલા વિદેશી નાગરિકોની બેગમાંથી ચરસના 25 પેકેટ મળી આવ્યા છે.

આ પણ વાંચો : સાયણથી ઝડપાયો 600 કિલો ગાંજો, ગૃહપ્રધાને આપ્યાં અભિનંદન

ત્રણેય દિલ્હીથી નેપાળ જઈ રહ્યા હતાઃ પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય રશિયન નાગરિક દિલ્હીથી નેપાળ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ભારત-નેપાળ બોર્ડર પર પહોંચ્યા ત્યારે તપાસ દરમિયાન તેમની પાસે કોઈ માન્ય દસ્તાવેજો નહોતા. ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ શંકાના આધારે તેમની બેગની તપાસ કરી તો બેગમાંથી ચરસના 25 પેકેટ મળી આવ્યા હતા. આ બાદ ઇમિગ્રેશન વિભાગે ત્રણેયને રક્સૌલ પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા, જ્યાં ત્રણેય વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.