- હેરોઈનના કેસમાં DRI ની ટીમે ત્રણ લોકોની ધરપકડ કરી
- હેરોઇન કેસના તાર હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલા છે
- કેન્દ્ર CBI અને NCB જેવી મોટી એજન્સીઓ દ્વારા વિગતવાર તપાસ કરાવશે
શિમલા : ગુજરાતના મુન્દ્રા બંદરેથી જપ્ત કરવામાં આવેલા 21 હજાર કરોડ રૂપિયાના હેરોઇન કેસના તાર હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલા છે. છેલ્લા ત્રણ દિવસમાં શિમલા અને કુલ્લુમાંથી ત્રણ ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ શિમલાની એક ખાનગી હોટલમાંથી ગુજરાતના મુન્દ્રા બંદરેથી પકડાયેલા હેરોઇનના કન્સાઇનમેન્ટની તપાસના સંબંધમાં બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી હતી. હેરોઇનનો મોટો જથ્થો ભારતમાં લાવવામાં આ બંનેની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું.
આ પણ વાંચો : ગુજરાત ATSને મળી સૌથી મોટી સફળતા, 2006 બ્લાસ્ટ કેસમાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને બારામુલ્લાથી ઝડપ્યો
DRI ટીમે કુલ્લુમાં ત્રણ લોકોની પૂછપરછ કરી
શિમલામાં કાર્યવાહી બાદ, DRI ટીમે બુધવારે સાંજે કુલ્લુના પ્રવાસન શહેરમાંથી એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીમે કુલ્લુમાં ત્રણ લોકોની પૂછપરછ કરી હતી. આ પછી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. કુલ્લુ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા બાદ ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી. DRI ની એક ટીમ સોમવારે રાત્રે કુલ્લુ પહોંચી હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ પહેલા આ વ્યક્તિઓની હોટલમાં અને પછી SUI ની ઓફિસમાં પૂછપરછ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.
કોંગ્રેસે મુન્દ્રા પોર્ટ હેરોઈન જપ્તી કેસમાં કેન્દ્રને નિશાન બનાવ્યું
કોંગ્રેસે ગુરુવારે ગુજરાતના મુન્દ્રા બંદરે જપ્ત કરવામાં આવેલા 21,000 કરોડ રૂપિયાના હેરોઈનના કેસમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા અને CBI સહિત તમામ મોટી એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ બે સપ્તાહ પહેલા કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી 2988.21 કિલો હેરોઇન જપ્ત કરી હતી અને પાંચ વિદેશી નાગરિકો સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી.
'આખી ગેંગ પાછળ મોટા ખેલાડીઓ કોણ છે? કોંગ્રેસી નેતાએ સવાલ ઉઠાવ્યો
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, કેમ ડ્રગ્સના ખતરા સાથે કામ કરનારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પાસે અત્યારે સંપૂર્ણ સમયના ડિરેક્ટર નથી. ખેડાએ કહ્યું, “કેટલાક અહેવાલો દાવો કરે છે કે, આ જપ્તી પહેલા 25 ટન હેરોઈન જૂનમાં આ બંદર પર પહોંચી હતી. અને કોઈપણ પ્રતિબંધ વિના દેશના ઘણા ભાગોમાં પહોંચી હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાત ધીમે ધીમે ડ્રગ્સ ની રાજધાની બની રહ્યું છે. 'આખી ગેંગ પાછળ મોટા ખેલાડીઓ કોણ છે? આ નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે. ' કોંગ્રેસી નેતાએ સવાલ ઉઠાવ્યો કે આ બંદર પર માદક દ્રવ્યો નિયમિત રીતે કેવી રીતે પહોંચે છે, અન્ય લોકો સુધી કેમ નહીં.
આ પણ વાંચો : અમિત જેઠવા મર્ડર કેસ : ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાને હાઈકોર્ટે આપ્યા જામીન
કોંગ્રેસ સરકારને જવાબ આપવા દબાણ કરશે
નોંધપાત્ર રીતે, મુન્દ્રા પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, જેણે અગાઉ એક નિવેદન જારી કર્યું હતું કે DRI સહિત માત્ર સરકારી સત્તાવાળાઓને જ ગેરકાયદે કાર્ગો ખોલવાની, તપાસ કરવાની અને જપ્ત કરવાની મંજૂરી છે, પોર્ટ ઓપરેટરોને નહીં. ખેડાએ માંગ કરી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ડ્રગ્સ ના નેટવર્કને શોધવા માટે પગલાં લે. 'ભાજપ સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકતી નથી. કોંગ્રેસ સરકારને જવાબ આપવા દબાણ કરશે. અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્ર સીબીઆઇ અને એનસીબી જેવી તમામ મોટી એજન્સીઓ દ્વારા વિગતવાર તપાસ કરે.