- મહિલા હોકી ટીમની હાર પર વંદના કટારિયાના ઘર બહાર આત્તશબાજી
- શાંતિ ભંગ બદલ અને SC-ST એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો
- હરિદ્વારમાં 3 યુવકો વિરુદ્ધ FIR નોંધી ત્રણેયની ધરપકડ કરી
હરિદ્વાર: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમની સેમીફાઇનલ હાર બાદ પોલીસે આતશબાજી કરનારા 3 યુવકોની ધરપકડ કરી છે. સિડકુલ પોલીસ સ્ટેશનમાં શાંતિ ભંગ બદલ અને SC-ST એક્ટની કલમો હેઠળ આરોપી સહિત ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આર્જેન્ટિનાએ ભારતીય હોકી ટીમને 2-1થી હરાવી
હકીકતમાં, બુધવારે 4 ઓગસ્ટના રોજ ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિક રમતોમાં આર્જેન્ટિના સાથે સ્પર્ધા કરી રહી હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતીય હોકી ટીમને 2-1થી હરાવી હતી. હરિદ્વારની રહેવાસી હોકી ખેલાડી વંદના કટારિયાનો આરોપ છે કે, તેમના પડોશમાં રહેતા વ્યક્તિએ વિક્કી પાલે ટીમ હારવાથી આતશબાજી કરી હતી.
વંદના કટારિયાના ઘર બહાર ત્રણ લોકોએ ફોડ્યા ફટાકડા
આ માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી વિક્કી પાલને કસ્ટડીમાં લીધો. બીજી તરફ વંદના કટારિયાના ભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પૂછપરછ બાદ પોલીસે વિકી અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય: આર્જેન્ટિનાનો 2-1થી વિજય, 6 ઓગસ્ટે બ્રોન્ઝ માટે રમશે
વંદના કટારિયાના ભાઈની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી
SSP સેન્થિલ આબુદાઈ કૃષ્ણરાજ એસએ જણાવ્યું હતું કે, વંદના કટારિયાના ભાઈની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને એક યુવાન વિક્કી પાલની ધરપકડ કરી છે. આ પછી, તેના 2 સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. વિક્કી પર આરોપ હતો કે, તેણે જાતિસૂચક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, જે પછી કલમ 504 અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.