- નારિયેળના ઝાડને કહેવાય છે કલ્પવૃક્ષ
- નીરાંનું થાય છે વેચાણ
- ખેડૂતોને થાય છે આર્થિક ફાયદો
ઉડુપી: કન્નડ ભાષામાં લોકપ્રિય રીતે નારિયેળના ઝાડને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. કિનારાના ખેડૂતો માટે નારિયેળનું ઝાડ હવે પવિત્ર કામધેનુ ગાય બની ગયું છે. જો તમે ફક્ત આઠ ઝાડ લગાવો છો તો તમે એક વર્ષમાં એક લાખો રૂપિયા કમાઇ શકો છો. કુંદાપુરામાં નીરું અથવા કલ્પરસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ કેન્દ્ર કિનારાના ખેડૂતો માટે વરદાન બની જશે. આ અંગે એક ખેડૂતે ETV Bharatને જણાવ્યું છે કે,"જો ખેડૂતો 20 રૂપિયા આપશે તો તેમને આ રૂપિયા પાછા મળી જશે. આ એ ખેડૂતો માટે નવું આશાનું કિરણ બનશે જે મુશ્કેલીમાં છે. તેઓ સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં નીરા કાઢ્યા પછી બીજા કામ પણ કરી શકશે. પછી ફરી સાંજે 5 થી 7 વાગ્યા સુધીમાં નીરા કાઢી શકશે. બીજી કૃષિ ગતિવિધી સાથે ખેડૂતો નીરાનો વેપાર પણ કરી શકશે. પ્રધાનમંત્રીની ઇચ્છા ખેડૂતોની આવક બમણી કરવાનો છે. જો ખેડૂતો નીરાના વેપાર સાથે જોડાશે તો તેમનું આ સપનું વાસ્તવિક બનશે."
યુવાનોને અપાય છે ખાસ પ્રશિક્ષણ
આપને જણાવી દઇએ કે નારિયેળનું પાણી કે જેને નીરું કહેવામાં આવે છે. તે કલ્પસર યુનિટ કુંદાપુર તાલુકાના જપતી ગામમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. 45 દિવસ સુધી 14 યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવશે. તેમને શીખવવામાં આવશે કે નારિયેળના ઝાડ પર કેવી રીતે ચડવાનું છે. નારિયેળને કેવી રીતે બાંધવાનું છે અને તેના પર આઇસ બોક્સ કેવી રીતે લગાવવાનું છે. નારીયેળથી નીરું કેવી રીતે કાઢવાનું છે અને તેને એક દિવસ સુધી કેવી રીતે રાખી શકીએ છીએ. આ અંગે ખેડૂતે ETV Bharatને જણાવ્યું છે કે,"નીરુ કાઢવાથી માંડીને વિતરણ સુધી તમામ વસ્તુ એક કોલ્ડચેનના માધ્યમથી કરવામાં આવે છે. તેને એક વેડિંગ મશીનમાં રાખવામાં આવે છે અને કપના માધ્યમથી ગ્રાહકને આપૂર્તિ કરવામાં આવે છે."
વધુ વાંચો: કોરોનામાં ભલે નોકરી ગઇ પણ છતાં આત્મનિર્ભર બન્યા આ કારીગર
યુવાનોને પણ મળે છે લાભ
પ્રત્યેક ખેડૂતના પરિવારને ફક્ત 8 નારિયેળના ઝાડમાંથી નીરું કાઢવાની પરવાનગી મળશે એક નારિયેળના ઝાડમાંથી ઓછામાં ઓછું 2 લિટર નારું નિકળશે.. આ હિસાબથી એક ખેડૂત દર વર્ષે 5000 લિટર નીરું કાઢશે. તો તેઓ એક લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકશે. જે યુવાનોને નારીયેળના ઝાડમાંથી નીરું કાઢવાની તાલિમ આપવામાં આવે છે. તેમને પ્રતિલિટર નીરું કાઢવાનું શિક્ષણ આપવામાં આવે છે તેમને પ્રતિલિટર નીરું કાઢવા માટે 25 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત તેઓને ઇએસઆઇ અને પીએફનો લાભ પણ મળશે. ખેડૂતે ETV Bharatને જણાવ્યું છે કે," હું છેલ્લા 33 વર્ષોથી ખેતી કરૂં છું સાથે જ નીરું કાઢવાનું કામ પણ કરૂં છું. આ કામથી મને સારી આવક થઇ રહી છે. નીરું કાઢવાથી નારિયેળના ઝાડને કોઇ નુકસાન થતું નથી. નીરા દોહન ગતિવિધીથી હવે અમારી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. નારિયળથી રોજ 2 થી 3 વખત નારિયેળનું પાણી કાઢવામાં આવે છે. જો દરેક ગામમાં 20 થી 30 ખેડૂતોએ સહકારી સમિતી બનાવી છે. તો ખેડૂતોની આવક નિશ્ચિત રૂપે ડબલ થઇ જશે.
વધુ વાંચો : ઘોડાના વાળમાંથી બને છે બંગડી અને કડા