ETV Bharat / bharat

Third Covid Wave in India : ભારતમાં 23 જાન્યુઆરીએ કોરોનાની ત્રીજી લહેર ચરમસીમા પર - ભારતમાં કોરોના કેસ

કોરોના વાયરસ દેશમાં સતત કહેર મચાવી રહ્યો છે(Corona Havoc Across the Country). ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-કાનપુરના વૈજ્ઞાનિક અનુસાર 23 જાન્યુઆરીએ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર (Third Covid Wave in India) તેની ચરમસીમા પર પહોંચી શકે છે. વાંચો વિગતવાર સમાચાર...

Third Covid Wave in India : ભારતમાં 23 જાન્યુઆરીએ કોરોનાની ત્રીજી લહેર ચરમસીમા પર

author img

By

Published : Jan 20, 2022, 12:12 PM IST

Updated : Jan 20, 2022, 3:35 PM IST

નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના સંક્રમણ હાહાકાર (Corona Havoc Across the Country) મચાવી રહ્યો છે. ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (Indian Institute of Technology)-કાનપુરના એક વૈજ્ઞાનિક જણાવ્યું કે, અનુસાર, ભારતમાં કોવિડ-19 રોગચાળાની ત્રીજી લહેર 23 જાન્યુઆરીએ (Third Covid Wave Likely to Peak on January 23) તેની ચરમસીમાએે પહોંચી શકે છે. આ દરમિયાન દરરોજ સંક્રમણના ચાર લાખથી ઓછા કેસ નોંધાઈ શકે છે. IIT-કાનપુરના પ્રોફેસર અને ફોર્મ્યુલા કોવિડ મોડલ સાથે સંકળાયેલા સંશોધકોમાંના એક મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં પહેલાથી જ છેલ્લા સાત દિવસમાં સંક્રમણના કેસની સંખ્યા ચરમસીમા પર પહોંચી ગઈ છે.

આ અઠવાડિયે કોવિડ-19ના કેસ ચરમસીમા પર

ફોર્મ્યુલા કોવિડ મોડલનો ઉપયોગ રોગચાળાની શરૂઆતથી દેશમાં કોવિડ કેસોની સંખ્યા શોધવા અને અંદાજ કાઢવા માટે કરવામાં આવે છે. અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણામાં કોવિડ-19ના કેસ ચરમસીમા(Third Covid Wave in India) પર પહોંચશે, જ્યારે આંધ્ર પ્રદેશ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યો આવતા અઠવાડિયે તેની ચરમસીમાએ પહોંચે તેવી અપેક્ષા છે.

ભારતમાં કોરોના કેસોની સંખ્યા ઓછી રહેવાની સંભાવના

અગ્રવાલે કહ્યું, ભારતમાં દૈનિક કેસોની (Corona Cases in India) સંખ્યા 23 જાન્યુઆરીએ ચરમસીમા પર પહોંચવાનો અંદાજ છે. તો આ કેસોની સંખ્યા ચાર લાખથી થોડી ઓછી રહેવાની સંભાવના છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતાના મહાનગરોમાં તેમની સંખ્યા પહેલેથી જ ટોચ પર છે. અગ્રવાલે અગાઉ આગાહી કરી હતી કેસ જાન્યુઆરીના અંત સુધીમાં કોવિડ-19ની ત્રીજી લહેર ટોચ પર આવશે. રોગચાળાની સ્થિતિમાં પરિવર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "દેશભરમાં, માર્ગો નોંધપાત્ર રીતે બદલાઈ રહ્યા છે. મેં અગાઉ અનુમાન લગાવ્યું હતું કે પરીક્ષણ વ્યૂહરચનામાં ફેરફાર અંગે ICMR માર્ગદર્શિકાને કારણે આવું બન્યું છે. જો કે, ઘણી જગ્યાએ, આ માર્ગદર્શિકા હજુ સુધી અમલમાં મૂકવામાં આવી નથી અને તેમ છતાં, માર્ગ બદલાઈ ગયો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: માત્ર 4 દિવસમાં કેસો બમણા થયા, 24 કલાકમાં 20,966 પોઝિટિવ કેસ નોંધાયા

ઓમિક્રોનનું હળવું સંક્રમણ

સરકારની નવી એડવાઈઝરી અનુસાર, આંતર-રાજ્ય ઘરેલુ મુસાફરી કરતી વ્યક્તિઓ અને જેઓ કોવિડ સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે. તેમની તપાસ કરવાની જરૂર નથી સિવાય કે તેઓ વય અથવા વિવિધ રોગોના કારણે જોખમમાં ન હોય. અગ્રવાલે કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે ઓમિક્રોન ફોર્મ (Omicron Cases in India) ફેલાવાનું શરૂ થયું ત્યારે ઘણી ચિંતા હતી. જો કે, છેલ્લા એકાદ અઠવાડિયામાં લગભગ દરેક જગ્યાએ લોકોએ તારણ કાઢ્યું છે કે આ સ્વરૂપમાં માત્ર હળવું સંક્રમણ છે અને તેની સાથે પરીક્ષણને બદલે પ્રમાણભૂત સારવાર દ્વારા વ્યવહાર કરી શકાય છે.

ભારતમાં જી લહેર 3 ફેબ્રુઆરી સુધીમાં ટોચ પર

અગાઉ, સંસ્થામાં એક અલગ સંશોધન ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું હતું કે ભારતમાં રોગચાળાની ત્રીજી લહેર 3 ફેબ્રુઆરી સુધીમાં ટોચ પર આવી શકે છે. બુધવારે ભારતમાં કોવિડ-19ના નવા કેસની સંખ્યા (Corona Cases in Update) એક જ દિવસમાં વધીને 2,82,970 થઈ ગઈ છે. આ સિવાય 441 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,79,01,241 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. 4,87,202 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ Corona Cases India: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3 લાખ 17 હજારથી વધુ નવા કોરોના કેસ

Last Updated : Jan 20, 2022, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.