ETV Bharat / bharat

Railway Tracks Stolen: ક્યારેક ટ્રેનનું એન્જિન તો ક્યારેક લોખંડનો પુલ, હવે રેલવે ટ્રેકની ચોરી

author img

By

Published : Feb 6, 2023, 1:10 PM IST

બિહારના સમસ્તીપુર રેલ્વે વિભાગમાંથી ફરી એકવાર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ પણ રેલવે એન્જિનની ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. હવે 2 કિલોમીટર રેલ્વે ટ્રકોનો ભંગાર ચોરાઈ ગયો છે. રેલવે અધિકારીઓની મિલીભગતથી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

2 કિલોમીટર રેલ્વે ટ્રકોનો ભંગાર ચોરાઈ ગયો

સમસ્તીપુર(બિહાર): બિહારના સમસ્તીપુર રેલ્વે વિભાગમાં હવે રેલવે ટ્રેકની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. સમસ્તીપુર રેલ્વે ડિવિઝનના વરિષ્ઠ એન્જિનિયરની મિલીભગતથી પૂર્ણિયા કોર્ટ સ્ટેશન પર પાર્ક કરાયેલા રેલ્વે એન્જિનના ભંગારને વેચવાનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે હવે રેલ્વે ટ્રેકના ભંગારના વેચાણની ઘટના સામે આવી છે.

આરપીએફની વિજિલન્સ ટીમ તપાસમાં: સમસ્તીપુર રેલ્વે બોર્ડના સૂત્રોનું માનીએ તો મધુબનીની લોહત સુગર મિલથી પંડોલ સ્ટેશન સુધીની રેલ્વે લાઇનનો ભંગાર ખોટી રીતે વેચવામાં આવ્યો છે. આ મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે આ રેલ્વે ટ્રેક સ્ક્રેપ ચોરીના કેસ અંગે દરભંગા આરપીએફ પોસ્ટમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આરપીએફની વિજિલન્સ ટીમે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. ખરેખર આ વિભાગના પંડોલ સ્ટેશનથી લોહટ સુગર મિલ સુધી રેલ્વે લાઇન નાખવામાં આવી હતી. વર્ષોથી આ સુગર મિલ બંધ હોવાને કારણે આ લાઇનનો ઉપયોગ થતો નથી.

આ પણ વાંચો: Parliament Budget Session 2023: અદાણી કેસને લઈને વિપક્ષનો હંગામો, બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

અધિકારીઓની મિલીભગતથી ચોરીની આશંકા: રેલવે ટ્રેક અને તેનો ભંગાર પણ ચોરી થયાની માહિતી સામે આવતા વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવે છે કે અધિકારીઓની મિલીભગતથી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વિભાગીય તપાસની સાથે વિજિલન્સ ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે. સમગ્ર મામલો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હજુ સુધી આ કેસ અંગે કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. પરંતુ આ ચોરીને લઈને વિભાગમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો: Maoists Kill BJP Leader In Bijapur : બીજાપુરમાં માઓવાદીઓએ ભાજપના નેતાની કરી હત્યા

સિક્યુરિટી કમિશનર સહિત 2 કર્મચારીઓને સસ્પેન્ડ: હાલ મામલો સામે આવ્યા બાદ રેલવેએ રેલવે ડિવિઝનના સિક્યુરિટી કમિશનર સહિત 2 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા બે રેલવે કર્મચારીઓમાં ઝાંઝરપુર ચોકીના ઈન્ચાર્જ શ્રીનિવાસ અને મધુબનીના જમાદાર મુકેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે. આ મામલો 24 જાન્યુઆરીએ સામે આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.