ETV Bharat / bharat

રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા યુથ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો - ઠરાવ

યુથ કોંગ્રેસે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવા માટે ઠરાવ પસાર કર્યો છે. યુથ કોંગ્રેસે આ અભિયાન હેઠળ દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે.

રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા યુથ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો

author img

By

Published : Mar 9, 2021, 10:47 AM IST

  • દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઠરાવ પસાર થયો
  • રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માગ
  • દિલ્હી અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસમાં ઠરાવ પહેલાથી જ પસાર

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીને ફરી એક વાર કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાના અભિયાન અંતર્ગત યુથ કોંગ્રેસે દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઠરાવ પસાર કર્યો છે. કેટલાક અઠવાડિયા પહેલા જ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ આવો જ ઠરાવ પસાર કરી ચૂકી છે.

આ પણ વાંચોઃ રાહુલે જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે મૌન તોડ્યું, કોંગ્રેસમાં જ બની શકતા હતા CM

યુથ કોંગ્રેસ રાહુલ ગાંધી સાથે ઊભું છે

યુથ કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, દેશની વર્તમાન પરિસ્થિતિમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઈએ. આ ઉપરાંત યુથ કોંગ્રેસ પોતાના નેતા રાહુલ ગાંધીની સાથે મજબૂતીથી ઊભા છે. અમને વિશ્વાસ છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સંગઠન મજબૂત થશે. તેમની નિમણૂકથઈ દેશભરના કાર્યકર્તાઓને ઊર્જા મળશે.

આ પણ વાંચોઃ IT દરોડા અંગે રાહુલે પસ્તાળ પાડીઃ સરકાર આઈટી-સીબીઆઈને આંગળીના ટેરવે નચાવે છે

RSSની વિચારધારાથી ડર્યા વિના લડોઃ રાહુલ ગાંધી

સવારે રાહુલ ગાંધીએ આ બેઠકની શરૂઆથત કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોને ધૈર્ય સાથે સંગઠન માટે કાર્ય કરવા અને RSSની વિચારધારાથી ડર્યા વિના લડવાની સલાહ આપી હતી.

લોકસભાની ચૂંટણીમાં કારમી હારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું હતું

જોકે, લોકસભા ચૂંટણીની જવાબદાર લેતા મે 2019માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપતા સમયે રાહુલે ગાંધી પરિવારથી બહારનના નેતાઓને અધ્યક્ષ બનાવવાની વકીલાત પણ કરી હતી, પરંતુ કેટલાક મહિના પછી ઓગસ્ટમાં જ CWCએ સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરી એક વાર પાર્ટીની આગેવાની સોંપી દીધી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.