- વિશ્વનો સૌથી ઉંચો રસ્તો ઇન્ડો-તિબેટ માર્ગ
- ગર્વનર જનરલ લોર્ડ ડેલહાઉસીના કાર્યકાળમાં કામ શરુ કરાયુ
- ઈન્ડો-તિબેટ માર્ગને કેનેડી માર્ગ તરીકે પણ ઓળખાય
હિમાચલ: આજે રસ્તાઓ વિના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે, આ રસ્તાઓ દ્વારા જ આર્થિક અને સામાજિક જીવનનો વિકાસ શક્ય છે. અંગ્રેજોએ ભારતમાં તેમની સત્તા સંભાળ્યા પછી વેપાર વધારવા માટે ઝડપથી રસ્તા બનાવવાનું શરૂ કર્યું હતુ, તેમાનો એક હતો ઇન્ડો-તિબેટ માર્ગ..હિન્દુસ્તાન-તિબેટ માર્ગ બનાવવાનું કામ કાલકાથી શરૂ કરાયું હતું. તેનો સૌથી વધુ ભાગ કિન્નૌરમાં બનાવવામાં આવ્યો હતો. તે સમયે આ માર્ગ વિશ્વનો સૌથી ઉંચો રસ્તો હતો.
લોર્ડ ડેલહાઉસીના કાર્યકાળમાં માર્ગ બનાવવાની કરાઈ હતી શરુઆત
તાશી નેગી ઈટીવી ભારત સાથની વાતચીતમાં જણાવે છે કે, હિન્દુસ્તાન તિબેટ રોડ જેને આજે આપણે નેશનલ હાઇવે નંબર 5 તરીકે જાણીએ છીએ... તે બ્રિટીશ ભારતના સમયમાં બનેલો એવો રસ્તો છે કે જેની પાછળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે... તમે જાણો છો કે, 1848 લોર્ડ ડેલહાઉસી બ્રિટીશ ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યા હતા. જેનો કાર્યકાળ ઇ.સ .1856 સુધી ચાલ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન જ જૂન 1850 માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 એટલે કે હિન્દુસ્તાન તિબેટ રોડ બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.
કેનેડી માર્ગ પણ કહેવામાં આવતો હતો
આ માર્ગ બનાવવાની જવાબદારી કમાંડર ઈન ચીફ મિસ્ટર ચાર્લ્સ નેપિયરને સોંપી આ પછી ચાર્લ્સ નેપિયરે આગળનું કામ તેમના સચિવ મિસ્ટર કૈનેડીને સોંપી હતી, આથી આપણે ઘણી વખત સાંભળ્યુ હશે...આ માર્ગને કેનેડી માર્ગ પણ કહેવામાં આવતો હતો.
વિશ્વનો સૌથી ઉંચો માર્ગ હતો
આ રસ્તાના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારત અને તિબેટ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો હતો, આ ટનલ વિશેની ખાસ વાત એ હતી કે, તે ઉંચાઈએ બનાવવામાં આવી રહી હતી, તે જ રીતે આ સમયે સમગ્ર વિશ્વમાં ઇન્ડો-તિબેટ માર્ગ એવો પહેલો રસ્તો હતો જે આટલી ઉંચાઇએ બનાવવામાં આવી રહ્યો હતો.
પર્યટનની દ્રષ્ટિએ કિન્નૌર જિલ્લામાં અનેક સંભાવના
1952 માં પહેલી વાર કાર આ રસ્તા પરથી કિન્નૌરના રોધી સુધી પહોંચી હતી. આઝાદી પછી તેનો ઉપયોગ ભારતીય સૈન્ય દ્વારા 1962 ના ભારત-ચીન યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. ભારતનો આ એકમાત્ર રસ્તો હતો જે ભારતીય સેનાને સીમાડા વિસ્તારોમાં દારૂગોળા સહિતના રેશનના પરિવહન કરવામાં સક્ષમ હતો, પર્યટનની દ્રષ્ટિએ કિન્નૌર જિલ્લામાં અનેક સંભાવનાઓ છે, પરંતુ આજે આ રસ્તો ઘણી જગ્યાએ બંધ છે.
ભારત-તિબેટ રોડ શરુ કરવો જોઈએ
અહિંના એક સ્થાનિક જીયા લાલ નેગી જણાવે છે કે, 2000 અને 2005માં આવેલા પૂર આવ્યુ હતું. તેથી અમારા પાક સફરજન, વટાણા અમે આ રસ્તા પરથી લઈને ગયા હતાં. કારણ કે સતલુજ સાથેનો ધોરીમાર્ગ બંધ હતો. આ બધી બાબતોને જોતા ભારત-તિબેટ રોડ સરળતાથી ચલાવવો જોઈએ.
ઈન્ડો-તિબેટ માર્ગ ફરીથી ચાલુ થાય તેવી સંભાવના
કિન્નૌરના ડીસી આબીદ હુસેન સાદિકે ઈટીવી સાથેની વાતટીતમાં જણાવે છે કે, જો અમારો રસ્તો નીચેથી કાપી નાખવામાં આવે છે, તો પછી તે વૈકલ્પિક રસ્તો પણ બની શકે છે. સૌથી અગત્યનું તેના પ્રવાસનને લગતા ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો છે, તેથી આ માટે પહેલેથી જ તૈયાર પ્રવાસન વિભાગના સચિવ પાસેથી એક ટેકઅપ લેવામાં આવ્યું છે. તેનો ડીપીઆર બનાવવામાં આવશે અને મારા મતે આ પ્રોજેક્ટ ખૂબ મોટો છે. તેથી અમે તેનો પ્રયાસ કરીશું કે જો વર્લ્ડ બેંક તેને નાણાં પૂરા પાડવામાં સક્ષમ છે.
આ પણ વાંચો: એન્જિનિયરિંગનો ચમત્કાર: એક ટાપુને ભારતની ભૂમિ સાથે જોડતો પુલ એટલે 'પેમ્બન બ્રિજ'
માર્ગનો 400-500 કરોડનો પ્રોજેક્ટ
ઈન્ડો-તિબેટ માર્ગનો 400-500 કરોડનો પ્રોજેક્ટ છે, તો પછી રાજ્યના બજેટથી તે મુશ્કેલ થઈ શકે છે. તો આપણે સારું બનાવવા માટે પ્રયત્ન કરીશું ડીપીઆર બનાવી વિશ્વ બેંકમાં સબમિટ કરો, જેથી તેઓ અમને તે પર્યટન દૃષ્ટિકોણ અને વૈકલ્પિક માર્ગના દૃષ્ટિકોણને માન્યતા આપે અને તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને આ માર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ બનાવવો જોઈએ.