કોઝિકોડઃ એક પ્રેસ મીટિંગ દરમિયાન મહિલા પત્રકાર સાથે ફિલ્મ સ્ટાર સુરેશ ગોપી દ્વારા અભદ્ર વ્યવહારના સમાચાર આવ્યા છે. શુક્રવારે બીજેપી નેતા અને ફિલ્મ સ્ટાર સુરેશ ગોપીને એક મહિલા પત્રકારે સવાલ પુછ્યો હતો. આ સવાલનો જવાબ આપતી વખતે સુરેશ ગોપીએ મહિલા પત્રકારના ખભે હાથ મુક્યો હતો. મહિલા પત્રકાર ખસીને દૂર થઈ ગયા હતા. જો કે સુરેશ ગોપીએ આ ક્રિયા ફરીવાર કરી હતી.
કાયદાકીય કાર્યવાહીઃ વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સુરેશ ગોપી મહિલા પત્રકારનો હાથ પકડીને એક ખૂણામાં ઊભા રહી ગયા છે. પત્રકાર કહે છે કે પોતાની સાથે થયેલા ખરાબ વર્તન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. તેમના મીડિયા સંગઠને પણ કાયદાકીય કાર્યવાહી અને તેના સહિતના પગલાના સમર્થન કરવાનું જણાવ્યું છે.
KUWJની માંગણીઃ કેરલ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ્સ(KUWJ)એ શુક્રવારે અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશગોપી પર મહિલા પત્રકાર સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. KUWJ દ્વારા રાજનેતા બિનશરતી માફી માંગે તેવી માંગણી કરી છે. આ ભાજપી નેતાનું વર્તન વર્કિંગ વિમેન માટે અપમાનજનક છે.
વીડિયો પરથી તારણઃ KUWJએ એક નિવેદન આપ્યું છે જેમાં સુરેશ ગોપીના મહિલા પત્રકાર સાથેના આ ખરાબ વર્તનની ફરિયાદ મહિલા આયોગમાં કરાવવાશે તેવી જાણકારી આપવામાં આવી છે. તેમજ કાયકીય કાર્યવાહી પણ કરાશે. એક વીડિયોમાં સુરેશ ગોપી મહિલા પત્રકારના ખભે હાથ મુકતા જણાય છે. આ વીડિયો બાદ KUWJ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. KUWJ જણાવે છે કે વીડિયોમાં સ્પષ્ટ છે કે સુરેશ ગોપી મહિલા પત્રકારના ખભે હાથ મુકે તે તેણીને પસંદ નથી અને તેણી ખભેથી હાથ હટાવવા માટે દૂર ખસી જાય છે.