- એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવ સંભળાવશે નિર્ણય
- પોલીસે આરોપી આરિઝ ખાનની 2018માં કરી હતી ધરપકડ
- આરિઝ પર અમદાવાદ, યુપી, જયપુરમાં થેયલા બ્લાસ્ટમાં સામેલ હોવાનો આરોપ
નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટમાં આજે બાટલા હાઉસ એન્કાઉન્ટર મામલે નિર્ણય આવશે. એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવ સોમવારે નિર્ણય સંભળાવશે. આ મામલામાં કોર્ટ આરોપી આરિઝ ખાન મામલે નિર્ણય સંભળાવશે. દિલ્હી પોલીસે આરોપી આરિઝ ખાનને ફેબ્રુઆરી 2018માં ઝડપી પાડ્યો હતો. આરિઝને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ભારત-નેપાળ સીમાથી ઝડપી પાડ્યો હતો. આરિઝ પર દિલ્હી, અમદાવાદ, યુપી અને જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપ છે. આરિઝ પર આરોપ છે કે, દિલ્હીમાં 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયા એક બિલ્ડિંગમાં તે હાજર હતો. તે જ બિલ્ડિંગમાં ચાર આતંકવાદી હાજર હતા. ચાર આતંકવાદીઓમાંથી બે આતંકવાદીઓને ભાગવામાં આરિઝે મદદ કરી હતી.
આ પણ વાંચોઃ પ્રખ્યાત ટ્રિપલ મર્ડર કેસનો રાજા એન્કાઉન્ટરમાં માર્યો ગયો, અથડામણમાં પાંચ પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત
2013માં એક આરોપીને સજા મળી ચૂકી છે
આરિઝ સામે એનઆઈએએ 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસે પણ તેની પર રૂ. 5 લાખ ઈનામ જાહેર કર્યું હતું. આરિઝ યુપીના આઝમગઢનો રહેવાસી છે. આ મામલામાં એક આરોપી શહઝાદ અહમદને વર્ષ 2013માં સજા સંભળાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ: સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિની પુનર્ગઠનની માગને ફગાવી