- ભારતની આઝાદીના આંદોલનના પ્રખર નેતા લોકમાન્ય બાળ ગંગાધર ટિળક
- બ્રિટિશ સરકાર સામેના અસહકાર સહિતના વિરોધના સાધનો પ્રચિલત કર્યાં
- પત્રકારત્વને દેશની આઝાદીના સંઘર્ષમાં મશાલ બનાવનાર શીર્ષ નેતા એટલે ટિળક
પૂણે: લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ( Bal Gangadar Tilak ) કહ્યું હતું કે, "સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું ચોક્કસપણે તે હું ચોક્કસ મેળવીશ". તેમણે ભારતની સ્વતંત્રતાની લડાઈમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે મુખ્યત્વે મરાઠા અને કેસરીમાં પ્રકાશિત થયેલા તેમના લેખો દ્વારા યોગદાન આપ્યું હતું જે લોકોને આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે પ્રેરણા આપતાં હતાં. તેથી જ તેમને ભારતીય અસહકારના પિતા કહેવામાં આવે છે. તમામ ભારતીયોએ ટિળકનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. ટિળકનું નેતૃત્વ બહુપક્ષીય હતું. ઈતિહાસકાર મોહન શેટ્ટેએ જણાવ્યું હતું કે ટિળક અંગ્રેજોને ( British Government ) દેશમાંથી ભગાડવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં હતાં.
જન્મ અને પ્રારંભિક વિગત
લોકમાન્ય ટિળકનો ( Bal Gangadar Tilak ) જન્મ 23 જુલાઈ 1856ના રોજ રત્નાગિરીમાં થયો હતો. 1866માં ટિળક તેમના માતાપિતા સાથે રત્નાગીરીથી પૂણે આવ્યા હતાં. અહીં જ તેમણે 1872માં મેટ્રિક પૂર્ણ કર્યું હતું. તે પહેલાં 1871માં તેમના લગ્ન કોંકણના બલ્લાલ બાલ પરિવારના સત્યભામાબાઈ સાથે થયા હતાં. મેટ્રિક પછી તેઓ પુણેની ડેક્કન કોલેજમાં દાખલ થયાં. 1876માં તેમણે ડેક્કનમાંથી બી.એ થયાં. અહીં જ તેઓ અગરકરને મળ્યાં અને પછી બંનેએ સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.
કેસરી અને મરાઠા અખબારનું તેજસ્વી પત્રકારત્વ
બાદમાં 1881માં ટિળક ( Bal Gangadar Tilak ) અને અગરકરે આર્યભૂષણ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું અને કેસરી અને મરાઠા નામના બે અખબાર શરૂ કર્યા. તેમાંથી કેસરી મરાઠીમાં અને મરાઠા અંગ્રેજીમાં પ્રકાશિત થઈ હતી. તેમાંથી કેસરીના સંપાદક અગરકર હતા અને ટિળક મરાઠાના હતાં. પરંતુ પાછળથી ટિળકને અગરકર સાથે મતભેદ થયો અને તેમણે લોન લઈને કેસરીનું સંપાદન સંભાળ્યું. ત્યારપછી ટિળકે બંને અખબારોનો હવાલો સંભાળ્યો. 1881થી 1920 સુધીના ચાલીસ વર્ષમાં ટિળક 513 લેખો લખ્યાં. કેસરી અને મરાઠી ભાષામાં તેમના ઘણા લેખો ખૂબ જ પસંદ આવ્યાં. અખબારમાં થતી બ્રિટિશ સરકારની ( British Government ) ટીકાને કારણે તેમને જેલની સજા થઈ. તેમ છતાં બ્રિટિશ સરકાર સામે તેમનું લખાણ બંધ ન થયું.
લોકોને એક કરવા સાર્વજનિક ગણેશોત્સવની શરુઆત કરાવી
ટિળકે ( Bal Gangadar Tilak ) અખબારોને વ્યુ મેકિંગ ટૂલમાં બદલી નાખ્યાં. તેમણે કેસરી અને મરાઠાનો ઉપયોગ બ્રિટિશરો ( British Government ) સામે લોકોના મનોવલણને બદલવા માટે કર્યો હતો, એમ શેટ્ટે જણાવ્યું હતું. બંગાળના વિભાજન પછી દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યાં અને હિંસક આંદોલનો શરૂ થયા. ચળવળના સમર્થનમાં ટિળકે ચાર સાધનોની પ્રશંસા કરી; સ્વદેશી, બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજ્ય. અંગ્રેજો સામે લોકોને એક કરવાના હેતુથી તેમણે સાર્વજનિક ગણેશોત્સવ પણ શરૂ કર્યો.
પ્રાણવાન લેખિની અટકાવવા અંગ્રેજોએ આપી જેલની સજા
લોકમાન્ય ટિળકે સમગ્ર દેશમાં સ્વરાજ્યની જ્યોત પ્રગટાવી હતી. તેમણે કેસરી દ્વારા અંગ્રેજો ( British Government ) વિરુદ્ધ લેખો લખ્યાં. આ માટે તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. ટિળકના પ્રપૌત્ર રોહિત ટિળકે જણાવ્યું હતું કે, ટિળકે સ્વરાજ્ય માટે ભેગા થવાનો મંત્ર આપ્યો હતો.
ઊર્જાવાન સ્વાતંત્ર્યસેનાનીને શ્રદ્ધાંજલિ
આપણે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરીએ છીએ ત્યારે પણ લોકમાન્ય બાળ ગંગાધર ટિળક જેવા ઊર્જાવાન સ્વાતંત્ર્યસેનાનીની સ્મૃતિ આપણને આજે પણ પ્રેરણા આપે છે. આ અવસર પર અમે લોકમાન્ય ટિળકને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે.