ETV Bharat / bharat

CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે 9 નવેમ્બરે રોલ નંબર જાહેર કરાશે - સીબીએસઈ સર્ક્યુલર

કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) નવેમ્બરમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે એક સર્ક્યુલર (Circular) જાહેર કર્યો છે, જે અનુસાર 9 નવેમ્બરે રોલ નંબર (Roll Number) જાહેર કરવામાં આવશે.

CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે 9 નવેમ્બરે રોલ નંબર જાહેર કરાશે

author img

By

Published : Nov 6, 2021, 12:34 PM IST

  • CBSEએ નવેમ્બરમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે એક સર્ક્યુલર જાહેર કર્યો
  • CBSEની ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 9 નવેમ્બેર રોલ નંબર જાહેર કરાશે
  • ધોરણ 10ની પરીક્ષા 17 નવેમ્બર અને ધોરણ 12ની પરીક્ષા 16 નવેમ્બરથી શરૂ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા નવેમ્બરના મધ્યથી શરૂ થશે. આ સંબંધે છેલ્લા કેટલાક દિવસોમાં CBSEએ ડેટશિટ જાહેર કરી હતી, જે અનુસાર, ધોરણ 10ની પરીક્ષા 17 નવેમ્બર અને ધોરણ 12ની પરીક્ષા 16 નવેમ્બરથી શરૂ થશે. CBSE બોર્ડે કહ્યું હતું કે, અત્યારે CBSEથી દેશમાં 26,000 સ્કૂલ એફિલિએટેડ (School affiliated) છે અને 26 દેશોમાં CBSEથી એફિલિએટેડ સ્કૂલ (Affiliated School) છે. CBSEએ કહ્યું હતું કે, 9 નવેમ્બરે રોલ નંબર (Roll Number) જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો- PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશેઃ ગૃહ રાજ્યપ્રધાન

CBSE વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરશે

CBSEએ કહ્યું હતું કે, રોલ નંબર 9 નવેમ્બરે જાહેર કરાશે. તે દરમિયાન વિસ્તૃત રીતે ગાઈડલાઈન (Guidelines) પણ જાહેર કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને કોવિડ-19 નિયમોનું કડકાઈથી પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે, CBSE સ્કૂલોને OMR શિટ આપશે. મૂલ્યાંકન માટે ટૂંક જ સમયમાં દિશાનિર્દેશ જાહેર કરાશે. તો વિદ્યાર્થીઓને રફ વર્ક માટે પરીક્ષા કેન્દ્રમાં એક સિટ અલગથી આપવામાં આવશે.

આ પણ વાંચો- ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર, જો પરીક્ષા આપી હોત તો વધુ સારું પરિણામ આવતું - વિદ્યાર્થીઓ

અફવાથી દૂર રહેવા CBSE બોર્ડની સલાહ

CBSE બોર્ડે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની માહિતી માટે CBSEની સત્તાવાર વેબસાઈટને (Website) જોવાની સલાહ પણ આપી છે. સાથે જ કહ્યું હતું કે, વાઈરલ થઈ રહેલા કોઈ પણ મેસેજ પર વિશ્વાસ ન કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.