ETV Bharat / bharat

કોઝીકોડમાં ગયા વર્ષે ઓગસ્ટમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પાઈલટની ભૂલ હોવાનું અનુમાન, 20 લોકોના થયા હતા મોત - વિમાન દુર્ઘટના

કેરળના કોઝીકોડમાં ગયા વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાનું કારણ કદાચ પાયલટની ભૂલ હતી. વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, આ દુર્ઘટનાના સંભવિત કારણોમાંથી એક એ હોઈ શકે છે કે, પાઈલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન નહતું કર્યું.

author img

By

Published : Sep 13, 2021, 11:52 AM IST

  • કેરળના કોઝીકોડમાં ગયા વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાનો મામલો
  • એક વર્ષ પછી વિમાન દુર્ઘટનાની તપાસ બ્યૂરોએ રિપોર્ટ આપ્યો
  • પાઈલટની ભૂલના કારણે દુર્ઘટના થઈ હોવાનું અનુમાન

નવી દિલ્હીઃ એરક્રાફ્ટ ક્રેશ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ (AAIB) ગયા વર્ષે ઓગસ્ટમાં કોઝીકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ શનિવારે જાહેર કર્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઈઝાગ્રસ્ત થયા હતા. 257 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાઈલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન નહતું કર્યું. તે સંભવિત કારણ હોઈ શકે છે, પરંતુ એક સહાયકકારક તરીકે પ્રણાલિગત નિષ્ફળતાઓની ભૂમિકાને નજરઅંદાજ ન કરી શકાય.

આ પણ વાંચો- મોસ્કોમાં સેનાનુ વિમાન ક્રેશ, 16 યાત્રીઓ સવાર હતા હેલીકોપ્ટરમાં

વિમાન રનવેથી બહાર નીકળી ગયું હતું

ગયા વર્ષે 7 ઓગસ્ટે એર ઈન્ડિયા એક્સપ્રેસનું બી737-800 વિમાન કેરળના કોઝીકોડ એરપોર્ટ પર દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. વિમાન દુબઈથી આવી રહ્યું હતું અને કોઝીકોડ એરપોર્ટ પર રનવેથી બહાર નીકળી ગયું હતું અને પછી વિમાનના ટુકડા-ટુકડા થઈ ગયા હતા. આ વિમાનમાં 190 લોકો સવાર હતા અને બંને પાઈલટ સહિત 20 લોકોની મોત થઈ હતી. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો- ધનીપુર એરપોર્ટ પર પ્લેન ક્રેસ,પાયલટ અને ટ્રેની પાયલટનો આબાદ બચાવ

પાઈલટે વિમાનને ઉતારવાના ઝોનથી આગળ ઉતાર્યું હતું

દુર્ઘટનાના લગભગ એક વર્ષ પછી જાહેર થયેલો રિપોર્ટ કહે છે કે, ઘટનાનું સંભવિત કારણ પીએફ (પાઈલટ ફ્લાઈંગ) દ્વારા એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા)નું પાલન ન કરવું હતું. રિપોર્ટ્સ અનુસાર, પાઈલટે અસ્થિર દૃષ્ટિકોણ રાખ્યો હતો અને વિમાનને ઉતારવાના ઝોનથી આગળ ઉતાર્યું. વિમાન અડધા રનવે પર ઉતર્યું. તેમ છતા આને પાઈલટ મોનિટરિંગે (PM) વિમાનને ઉડાવવા (ગો અરાઉન્ડ) કહેવામાં આવ્યું હતું.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.