ETV Bharat / bharat

EDએ મહેબૂબા મુફ્તી સામે દાખલ કરેલી નોટિસ અંગે આજે Delhi High Courtમાં સુનાવણી - મની લોન્ડરિંગ અધિનિયમ

જમ્મુ-કાશ્મીરનાં નેતા મહેબૂબા મુફ્તી (Jammu and Kashmir leader Mehbooba Mufti)ને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) સુનાવણી થશે. મહેબૂબા મુફ્તી સામે EDની નોટિસ સામે દાખલ કરવામાં આવેલી અરજી પરણ સુનાવણી થશે.

author img

By

Published : Aug 13, 2021, 12:20 PM IST

  • દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માં આજે જમ્મુ-કાશ્મીરનાં નેતા મહેબૂબા મુફ્તી (Jammu and Kashmir leader Mehbooba Mufti)ને લઈને સુનાવણી થશે
  • મહેબૂબા મુફ્તીની મની લોન્ડરિંગ અધિનિયમ (Money Laundering Act)ને પડકાર દેનારી અરજી પર આજે સુનાવણી
  • હાઈકોર્ટ મહેબૂબા મુફ્તીની મની લોન્ડરિંગ (Money Laundering)ના આરોપમાં ઈડી તરફથી જાહેર કરાયેલા સમન્સ પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી ચૂકી છે

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી (Former Chief Minister of Jammu and Kashmir and PDP leader Mehbooba Mufti)ની મની લોન્ડરિંગ અધિનિયમ (Money Laundering Act)ને પડકાર દેનારી અરજી પર આજે સુનાવણી કરશે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચ કરશે. આ પહેલા હાઈકોર્ટ મહેબૂબા મુફ્તીની મની લોન્ડરિંગના આરોપમાં ઈડી તરફથી જાહેર કરાયેલા સમન્સ પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી ચૂકી છે.

આ પણ વાંચો- વેક્સિન માટે ના પાડતા એરફોર્સ જવાનને ટર્મિનેટ કર્યો, મામલો હાઈકોર્ટ પહોંચ્યો

EDએ મહેબૂબા મુફ્તીને આરોપી કે સાક્ષી તરીકે રજૂ થવાનો નિર્દેશ કર્યો

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, EDએ તેમને જે નોટિસ આપી છે, તેમાં તેમને આરોપી કે સાક્ષી તરીકે રજૂ થવાનો નિર્દેશ કરાયો છે, પરંતુ આ નોટિસમાં એ નથી જણાવાયું કે, મહેબૂબાને કયા મામલામાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મહેબૂબા મુફ્તી કોઈ મામલામાં આરોપી નથી અને ન તો તેમણે કોઈ ગુનો કર્યો.

આ પણ વાંચો- 6 મહિનાનો ગર્ભ ધરાવતી 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે કોર્ટે આપી મંજૂરી, DNA લેવા ડોક્ટરોને કરાયો આદેશ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી મહેબૂબા મુફ્તી અને તેમના પરિવારને હેરાન કરવાનો આક્ષેપ

દાખલ અરજી મુજબ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા પછી જ્યારથી તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્યારથી તેમણે અને તેમના પરિવારના સભ્યોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અરજીમાં મહેબૂબાએ મની લોન્ડરિંગ એક્ટની ધારા 50ને પડકારવામાં આવી છે. મની લોન્ડરિંગ એક્ટની ધારા 50 અંતર્ગત ED કોઈને સમન્સ જાહેર કરે છે. EDના સમન્સનો દરેક વ્યક્તિ જવાબ આપવા બંધાયેલો છે. જો તે જવાબ ન આપે તો તેમને સજા થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.