- આજે શનિવારથી લોકો મુઘલ ગાર્ડનની લઈ શકશે મુલાકાત
- મુલાકાતીઓએ ઓનલાઈન બુકિંગ કરાવવું ફરજિયાત
- મુઘલ ગાર્ડનના તમામ ફૂલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા પ્રસિદ્ધ મુઘલ ગાર્ડનને આજથી એટલે કે 13 માર્ચથી 21 માર્ચ સુધી લોકો માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. મુઘલ ગાર્ડ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ અંગે મળતી માહિતી અનુસાર, સરકારી રજાઓ સિવાય દરેક દિવસ મુઘલ ગાર્ડનમાં લોકો ફરવા આવી શકશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, ગાર્ડનમાં પ્રવેશ માટે લોકોએ પહેલાથી ઓનલાઈન બુકિંગ કરવું પડશે.
મુઘલ ગાર્ડનની મુલાકાતે લોકો દૂર-દૂરથી આવે છે
આપને જણાવી દઈએ કે, દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનનું મુઘલ ગાર્ડન હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. 10 મહિના પહેલા કોરોના સંક્રમણના કારણે આ ગાર્ડન બંધ કરી દેવાયું હતું. જોકે હવે ફરી એક વાર આ ગાર્ડન શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી છે.
મુઘલ ગાર્ડનમાં ઘણા પ્રકારના ગુલાબ અને અન્ય ફૂલ છે
મુઘલ ગાર્ડન એટલે કે રાષ્ટ્રપતિ ભવનના આ બગીચામાં ઘણા પ્રકારના ગુલાબ અને અન્ય ફૂલ પણ છે. આ સાથે વિદેશી ફૂલ પણ અહીં જોઈ શકાય છે. મુઘલ ગાર્ડની અંદર 12 ગાર્ડન છે, જે પોતાની ગુણવત્તા માટે પ્રખ્યાત છે. આમાંથી મુખ્યરૂપથી મુઘલ ગાર્ડન રેક્ટેેંગિલ, લૉન અને સર્ક્યૂલર ત્રણ હિસ્સામાં વહેંચાયેલું છે. આ સાથે જ ગુલાબ ગાર્ડન, બાયો ડાવર્સિટી પાર્ક, હર્બલ ગાર્ડન, મ્યૂઝિક ફાઉન્ટેન, બટરફ્લાય સનકીન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યૂટ્રિશિયન ગાર્ડન અને બાયો ફ્યૂલ પાર્ક પણ છે. ગાર્ડનમાં ઘણા પ્રકારના આકર્ષક ફૂવારા પણ છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડન ઉપરાંત એક મ્યૂઝિયમ પણ આવેલું છે.