હૈદરાબાદઃ ધી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન(CSO) દ્વારા 1999માં જીડીપીનું ક્વાર્ટરલી અનુમાન રજૂ કર્યુ હતું. ક્વાર્ટરલી જીડીપીમાં સંયુક્ત જીડપીની વૃદ્ધિ અને વ્યયનો સમાવેશ કરવામાં આવે છે. ક્વાર્ટરલી અનુમાન અર્થ વ્યવસ્થામાં વર્ષ દરમિયાન થતી ગતિશીલતાને સમજવામાં મદદ કરે છે. તેનાથી ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરવા માટે પોલિસી ચેન્જીસ કરવાની તકો પણ મળી રહે છે.
Q2ના જીડીપીની વૃદ્ધિમાં કોનું યોગદાન રહ્યું ? અર્થ વ્યવસ્થામાં દરેક ક્ષેત્ર વિકાસમાં પોતાનું યોગદાન કરે તેને સંતુલિત વિકાસ કહેવાય. 2023ના બીજા ક્વાર્ટરમાં દરેક સેક્ટરે હકારાત્મક વિકાસ દર્શાવ્યો છે. ધી હાઈ ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશને પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ્સ પર અસર કરી અને જીડીપીની વૃદ્ધિમાં યોગદાન આપ્યું. જે યર્લી આધાર પર જોઈએ તો 12.4 ટકાના 10 ક્વાર્ટરમાં સૌથી ઉચ્ચત્મ સ્તરે વધ્યું છે.
બીજા ક્વાર્ટરની જીડીપીમાં વૃદ્ધિનું મુળ કારણ ભારત સરકાર દ્વારા કેપિટલ એક્સપેન્ડેચરમાં ઉછાળો પણ છે. ગવર્ન્મેન્ટ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન(GFCF) નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 9.6 ટકાના પ્રમાણમાં વધીને 11.04 થયો છે. રોકાણ અને રોજગારની તકોનું સર્જન કરવા માટે બજેટ 2023-24ના કેપિટલ એક્સપેન્ડેચરમાં 37.4 ટકા વધારીને 10 લાખ કરોડ રુપિયા જેટલું વધારે કરવામાં આવ્યું છે. જે નાણાકીય વર્ષ 2022-23માં 7.28 લાખ કરોડ હતું. એક પોલિટિકલ બજેટ સાયકલ સિદ્ધાંત પણ છે જે કહે છે કે ચૂંટણી વર્ષના અગાઉના વર્ષમાં સરકાર વધુ કેપિટલ એક્સપેન્ડેચર કરે છે. 2023 અને2024માં ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકાર ચૂંટણી અગાઉ હાઈ કેપિટલ એક્સપેન્ડેચર પણ એક કારણ હોઈ શકે છે.
સેક્ટરવાઈઝ બ્રેકઅપ ટર્મ અનુસાર મેન્યૂફેક્ચરિંગ સેક્ટરે નવ મહિનામાં 13.9 ટકાની ઉચ્ચ વૃદ્ધિ દર્શાવી છે, જ્યારે 2022ના બીજા ક્વાર્ટરમાં -3.8 ટકાનો લો નોંધાયો હતો. મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના મંથલી ઈન્ડેક્સનું અનુમાન ઓદ્યોગિક ઉત્પાદન(IIP), સીએસઓ, એમઓએસ અને પીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પરથી લગાડવામાં આવે છે. આ ઉપરાંત બીએસઈ અને એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓના ફાઈનાન્સિયલ પ્રદર્શનને પણ ધ્યાને લેવામાં આવે છે. કોમોડિટીની કિંમતોમાં નરમાશ, મજબૂત કોર્પોરેટ આવક, રિયલ એસ્ટેટની માંગમાં સુધાર અને ખાદ્ય કિંમતો જેવી અનુકુળ બજાર સ્થિતિઓમાં પણ મેન્યૂફેક્ચર સેક્ટરે જીડીપીને બીજા ક્વાર્ટરમાં સારુ પ્રદર્શન કરવામાં મદદ કરી છે.
માઈનિંગ અને ક્વોરિંગ સેક્ટરમાં 2022-23ના બીજા ક્વાર્ટરમાં -0.1 ટકાની સરખામણીમાં 10 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. પ્રાદેશિક સ્તર પર ખાસ કરીને કોલસો, કાચુ તેલ, સીમેન્ટનું ઉત્પાદાન અને સ્ટીલનો વપરાશ જેવા ઉચ્ચ આવૃત્તિ સંકેતોને પરિણામે જીડીપીઓ બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર્શાવી છે.
પ્રાઈવેટ ફાઈનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર(PFCE) જે કન્ઝમ્પશન ડિમાન્ડ છે તે બીજા ક્વાર્ટરમાં ધીમી થઈ ગઈ હતી. 2022-23ના બીજા ક્વાર્ટરમાં 8.1 ટકાની વૃદ્ધિની સરખામણીમાં 2023-24ના બીજા ક્વાર્ટરમાં 3.1 ટકાની હકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી. જેના પરિણામે બીજા ક્વાર્ટરમાં જીડપીમાં તેનો હિસ્સો ઘટીને 56.8 ટકા જેટલો જ રહી ગયો. જે એક વર્ષ અગાઉ 59.3 ટકા હતો. જ્યારે એગ્રિકલ્ચર સેક્ટરનો વિકાસ પાછલા વર્ષના સંદર્ભમાં 2.5 ટકાથી ઘટીને 1.2 ટકા રહ્યો. ક્લાઈમેટ ચેન્જ અને ફૂડ સિક્યૂરિટીને લીધે આ સેક્ટર પર વધુ ધ્યાન આપવાની જરુર છે.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે અન્ય ઈકોનોમિકલ એક્ટિવિટીઝમાં વૃદ્ધિ જોવા મળી. જેમાં હોટલ, પરિવહન, કોમર્શિયલ વ્હીકલનું વેચાણ, પ્રાઈવેટ વ્હીકલની ખરીદી, એરપોર્ટ, રેલવે(કાર્ગો અને મુસાફરી)વગેરેનો સમાવેશ થાય છે. ટ્રેડિંગ, હોટલ્સ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન અને સર્વિસ સેક્ટરમાં 2022-23ના બીજા કર્વાર્ટરના 15.6 ટકાની સરખામણીમાં 4.3 ટકાની વૃદ્ધિ થઈ છે. આ ક્ષેત્રે હજુ પણ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાની જરુર છે. દબાયેલ માંગ કદાચ કોવિડ બાદ સમાપ્ત થઈ ગઈ અને સામાન્ય સ્થિતિમાં પહોંચી ગઈ તે પણ એક સંભાવના હોઈ શકે છે.
જ્યારે આપણે કેટલાક પ્રાદેશિક વેપારના આંકડા તપાસીએ છીએ ત્યારે તેમાં કેટલાક વિરોધાભાસી રુઝાન જોવા મળે છે. કેટલાક સંકેતો પર ગહન વિશ્લેષણ કરવું જરુરી છે. ઉદાહરણ તરીકે લોકોની ગતિશીલતા શા માટે ઘટી ગઈ ? પર્સનલ કન્ઝમ્પ્શનમાં શા માટે ઘટાડો થયો ? શું ગૂડ્ઝ મોબિલિટી વિરુદ્ધ જીએસટી રેવન્યૂમાં કોઈ સમાનતા છે ?
આરબીઆઈએ મે 2022થી ધીરે ધીરે પોલિસી રેપો રેટમાં 250 આધાર અંકોની વૃદ્ધિ અને હવે 6.5 ટકા પર રોક લગાવી દીધી. ઈન્ફ્લેશન એક મેજર કન્સર્ન છે, જયારે સીપીઈ 6 ટકાથી વધુ છે, જે આરબીઆઈના ઈન્ફલેશન લક્ષ્યની ઉપરી સીમા છે, પણ 2023-24ના મહિનાઓમાં ઈન્ફ્લેશન મોડરેટેડ થયો છે.
છેલ્લા 7 મહિનાઓમાં ધ ગ્રોસ બેન્ક ક્રેડિટમાં સતત વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને આ મહિનાઓમાં પર્સનલ લોન સેક્સનમાં વધારે ગ્રોથ જોવા મળ્યો છે. માર્ચથી જૂન સુધીમાં 20 ટકાથી વધુ અને જુલાઈથી સપ્ટેમ્બર 2023 સુધી 30 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. ફરીતી આ મહિનામાં જીએસટી કલેકશનમાં સતત વૃદ્ધિ થઈ છે. જેમ કે અગાઉ જણાવ્યું કે ગવર્ન્મેન્ટ કેપિટલ એક્સપેન્ડિચરમાં ઉછાળો જોવા મળ્યો છે. ડેટામાં હકારાત્મક રુઝાન છતાં વ્યક્તિગત વ્યયમાં ડાઉનફોલ વિરોધાભાસ છે.
આ પરિવર્તન દરમિયાન ટેક્સ રેવન્યૂ કેવી રીતે વધે છે તે જોવું રહ્યું. જેમાં ઈકોનોમી, ઈફેક્ટિવ કલેકશન અને પોલિસી મેઝર્સનો પ્રભાવ દર્શાવે છે. ભારત સરકારના ચિફ ઈકોનોમિક એડવાઈઝર અનુસાર સરકાર પાસે યોગ્ય રેવન્યૂ છે અને 8.6 ટકાના જીડીપીમાં 1.9 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી છે.
ગ્લોબલ ફેક્ટર્સઃ એક સમયે ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરવી એ વૈશ્વિક માંગ પહેલેથી રહી છે. જે નબળી અને મજબૂત હોવી એ ઘરેલુ પાયાના સિદ્ધાંતો દર્શાવે છે. વૈશ્વિક કારણોને લીધે વૈશ્વિક માંગ પહેલેથી જ કમજોર બની રહી છે. તેનો અસર નિકાસ પર પડે છે. તેથી ઘરેલુ માંગને મજબૂત કરવાની જરુર છે. આ ક્ષેત્રની વિશિષ્ટ યોજનાઓના માધ્યમથી ઈન્ફલેશન તેમજ પીએલઆઈ એન્ડ એસએસએમઈ પર વધુ પ્રભાવ પડે છે. યુક્રેન યુદ્ધે કૃષિ વસ્તુઓની કિંમતો અને ઉર્વરકની કિંમતોને બાધિત કરી દીધી. ઓઈસીડી આઉટલૂક(2003)ના અનુમાનની ઉર્વરકની કિંમતો 1 ટકા વૃદ્ધિ માટે એગ્રિકલ્ચર વસ્તુઓની કિંમતોમાં 0.2 ટકાની વૃદ્ધિ થશે. અંતઃ ઉર્વરક ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી અતિ આવશ્યક છે.
ભવિષ્યના પડકારોઃ નજીકના ભવિષ્યમાં અનઈવન એક્સટર્નલ ડિમાન્ડ અને કૃષિ વિકાસમાં અનિશ્ચિતતાને લીધે વિકાસદર ઓછો થઈ શકે છે. કૃષિ એક એવું ક્ષેત્ર છે, જેના પર વિશેષ ધ્યાન આપવાની જરુરત છે. સાથે જ 17માંથી 11 સતત વિકાસ લક્ષ્યો(સસ્ટેનેબેલ ડેવલપમેન્ટ ગોલ્સ-SDGs) કૃષિ સાથે જોડાયેલ છે. નીતિ આયોગના 2023ના કૃષિ વિષયક રિપોર્ટ અનુસાર ક્લાઈમેટ ચેન્જ અને કુદરતી સંસાધનોનો નાશ એમ બે મોટા પડકારો છે. તેના માટે કૃષિને આધુનિકીકરણ તરફ વધારવા પ્રમોશન ઓફ નોલેજ, સ્કિલ ઈન્ટેન્સિવ વધારવાની જરુરિયાત છે. તેમજ એગ્રિકલ્ચરમાં ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ્સ, ન્યૂ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોડ્યુસર, ઈન્ટીગ્રેટેડ ફૂડ સીસ્ટમ બેઝ્ડ મીકેનિઝમ અને ઉત્પાદક તેમજ અંતિમ ઉપભોક્તા વચ્ચે સંક્લન આવશ્યક છે.