કોકરનાગ: SIU (સ્ટેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ) એ અનંતનાગમાં આતંકવાદ સાથે સંકળાયેલા એક આરોપીનું ઘર જપ્ત કર્યું છે. એસઆઈયુએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ધનૌટીપુરા કોકરનાગના મોહમ્મદ સૈફુલ્લાહ મલિકના પુત્ર મોહમ્મદ ઈશાક મલિકનું ઘર જપ્ત કર્યું હતું. જે કથિત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. UAPAની કલમ 25 હેઠળ આ કાર્યવાહી કરી હતી.
આતંકવાદ સંબંધિત કથિત પ્રવૃત્તિઓ માટે કાર્યવાહી: તેમના નિવેદનમાં SIUના પ્રવક્તાએ કહ્યું કે તપાસ એકમે આતંકવાદ સંબંધિત કથિત પ્રવૃત્તિઓ માટે UA(P)Aની કલમ 25 હેઠળ ધનૌટીપુરા કોકરનાગના રહેવાસી મોહમ્મદ સૈફુલ્લાહ મલિકના પુત્ર મોહમ્મદ ઈશાક મલિકના ઘરની તપાસ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી IPC કલમ 307, 7/27 આર્મ્સ એક્ટ 18,20,23,38 UA(P)A હેઠળ FIR નંબર 103/2022 માં સામેલ છે અને તે અનંતનાગ જિલ્લા જેલમાં બંધ છે.
આ પણ વાંચો: BJP Leader on Azaan: 'અઝાન' પર ભાજપના નેતા કે ઈશ્વરપ્પાનું વિવાદાસ્પદ નિવેદન
સ્ટેટ ઇન્વેસ્ટિગેશન યુનિટની કાર્યવાહી: નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SIU (સ્ટેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ) સુરક્ષા કર્મચારીઓની એક ટીમ સાથે નિયુક્ત સ્થળ પર ગઈ અને સ્થાનિક સરપંચો, પંચો અને ચોકીદારોની હાજરીમાં આ ઘર પર નોટિસ લગાવી હતી. નોટિસ અનુસાર મકાનના માલિકને સત્તાધિકારીની પરવાનગી વગર ટ્રાન્સફર અથવા લીઝ પર, વેચાણ, મકાનની પ્રકૃતિ બદલવા અથવા કોઈપણ રીતે વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો: Relief to Akhilesh Yadav : અખિલેશ યાદવને રાહત, અપ્રમાણસર સંપત્તિ કેસમાં કોર્ટે વધુ સુનાવણી ફગાવી
શ્રીનગર અને અનંતનાગમાં ચાર મકાનો જપ્ત: ઉલ્લેખનીય છે કે આ પહેલા 27 ફેબ્રુઆરીના રોજ રાજ્ય તપાસ યુનિટે શ્રીનગર અને અનંતનાગમાં ચાર મકાનો જપ્ત કર્યા હતા. આતંકવાદીઓને આશ્રય આપવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. NIAની એક ટીમે સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી CRPFની મદદથી શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં સ્થિત લતરામની સંપત્તિને જપ્ત કરી હતી. ઝરગરની 15 મે 1992ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 1999માં હાઇજેક કરાયેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814 ના મુસાફરોના બદલામાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.