- ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે માસિક રિપોર્ટ કર્યો જાહેર
- 121 વર્ષ પછી આ વર્ષે મે મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો
- મે મહિનામાં 2 વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો: IMD
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) ગુરુવારે પોતાનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે મે મહિનો સૌથી વધારે વરસાદ મામલામાં 121 વર્ષમાં બીજા નંબર પર રહ્યું છે. 2 વાવાઝોડાના કારણે આ થયું છે.
આ પણ વાંચો- નેઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
મે મહિનામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહ્યું
IMDએ એ પણ કહ્યું હતું કે, ભારતમાં ઘણી વાર મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 34.18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષ 1901 પછી ચોથું સૌથી ઓછું તાપમાન હતું. તે વર્ષ 1977 પછી સૌથી ઓછું છે, જે મહત્તમ તાપમાન 33.84 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- Gujarat rain news - વલસાડમાં બીજા દિવસે પણ મેઘાવી માહોલ, અડધાથી 2 ઈંચ વરસાદ
દેશમાં મે 2021માં 107.9 મિમી વરસાદ થયો
IMDએ કહ્યું હતું કે, ભારતના કોઈ પણ ભાગમાં મે મહિનામાં લૂ નહતી લાગી. દેશમાં મે 2021માં 107.9 મિમી વરસાદ થયો છે, જે સરેરાશ 62 મિમીથી વધારે છે. આ પહેલા વર્ષ 1990માં મહત્તમ વરસાદ 110.7 મિમી થઈ હતી. મે મહિનામાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું આવ્યું હતું. અરબ સાગરમાં તાઉતે વાવાઝોડું આવ્યું તો બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું આવ્યું હતું.