ETV Bharat / bharat

વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના, જાણો શું છે આ યોજના - વીજ ચોરી

રાજ્યમાં બનતા વીજ ચોરીના બનાવને રોકવા માટે સરકાર નવી યોજના (Government new scheme)લાવી રહી છે. જેથી વીજ ચોરી બંધ થશે અને વીજ ચોરી કરતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી સરળ બનશે. કેન્દ્ર સરકારની સ્કાડા (SCADA )નામની યોજનાનો ગુજરાતમાં આગામી સમયમાં જલદી જ અમલ થશે. આ યોજના હેઠળ તમામ વીજ મીટર બદલાશે.

વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના, જાણો શું છે આ યોજના

author img

By

Published : Nov 8, 2021, 1:32 PM IST

  • વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના
  • ગુજરાત સરકારે યોજનાનો લાભ લેવા તૈયારી દર્શાવી
  • એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઈ જશે

ગાંધીનગર : રાજ્યમાં આગામી સમયમાં વીજ ચોરીને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી યોજના લાવવામાં આવી રહી છે. વીજ ચોરીના(Power theft ) અનેક બનાવો રાજ્યમાં બની રહ્યા છે. ત્યારે સ્કાડા હેઠળની આ યોજના અમલી બનાવવામાં આવી રહી છે. જે લોકો અત્યાર સુધી વીજ ચોરી કરતા હતા તે હવે નવા સ્માર્ટ મીટર(Smart meter) આવવાથી વીજ ચોરી કરી શકશે નહીં. સ્કાડા(SCADA ) હેઠળ પાણી ચોરીને યોજના બનાવી હતી. જેથી હવે આ યોજના પણ લાગુ કરવામાં આવશે.

ઉર્જા વિભવગની 4 કંપનીઓમાં આ યોજના લાગુ થશે

ઉર્જા વિભવગની(Department of Energy) 4 કંપનીઓમાં આ યોજના લાગુ થશે. જેમાં અત્યારે ચાલતા મીટરની સરખામણીએ આગામી દિવસોમાં આ યોજના હેઠળ તમામ વીજ મીટર બદલાશે.જેમાં નવા મીટરથી એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઈ જશે. આ મીટરોમાં પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની માહિતી રહેશે.

કેન્દ્ર સરકારે આ માટે 2 લાખ 32 હજાર કરોડની યોજનાની તૈયાર કરી

કેન્દ્ર સરકારે આ માટે 2 લાખ 32 હજાર કરોડની યોજના તૈયાર કરી છે. ગુજરાત સરકારે આ યોજનાનો લાભ લેવા તૈયારી દર્શાવી છે. જેને લઇને પ્રપોઝલ પણ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જેને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં યોજના ગુજરાતમાં લાગુ થશે. આગામી સમયમાં ગુજરાતમાં લાગુ થાય તે હેતુથી તમામ પ્રકારની યોજના હાથ ધરાઇ છે.

સેન્ટર મોનિટરિંગ રૂમ પણ આ માટે તૈયાર કરાશે

દર વર્ષે નુકશાનીના સામે વીજ ચોરી અટકાવવા માટે સ્કાડા હેઠળની યોજના લાગુ થશે. જ્યાં વીજ સપ્લાયમાથી ચોરી થતી હોય છે જે હવેથી નવા મીટરમાં પકડાશે. સેન્ટર મોનિટરિંગ રૂમ પણ આ માટે તૈયાર કરાશે. જે ચોરી કરતા હોય તેનું લોકેશન પણ અહીંથી મળી રહેશે. યુનિટનો વપરાશ કેટલો થયો તેવું પણ લોકો આ મીટરમાંથી જોઈ શકશે. ચારેય કંપનીમાં આ યોજના લાગુ કરાશે. જ્યાં હવે નવા સ્માર્ટ મીટર આગામી સમયમાં લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા, જાણો તેમના વિશે...

આ પણ વાંચોઃ નોટબંધીના પાંચ વર્ષ: જાણો શું છે ડિજિટલ કરન્સી અને ચલણી નોટોની હાલની પરિસ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.