- દિલ્હીમાં હવે ઉપરાજ્યપાલનું રાજ ચાલશે
- દિલ્હીમાં GNTCD એક્ટ લાગુ કરાયો
- ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું
નવી દિલ્હીઃ દિલ્હીમાં મુખ્યપ્રધાન ભલે અરવિંદ કેજરીવાલ હોય, પરંતુ હવે દિલ્હીમાં ઉપરાજ્યપાલનું રાજ ચાલશે. ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ગોવિંદ મોહનના હસ્તાક્ષર સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ઓક્સિજન અને કોરોનાના દર્દીઓ વચ્ચે ઉભી થઈ રાજનીતિની દિવાલ
ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી ગોવિંદ મોહનના હસ્તાક્ષર સાથે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંસોધન) અધિનિયમ 2021 (2021ની 15)મી ધારા એકની ઉપધારા-2માં નીતિ શક્તિનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર 27 એપ્રિલ 2021થી અધિનિયમની જોગવાઈને લાગુ કરે છે.
આ પણ વાંચોઃ કેજરીવાલને હાઈકોર્ટેની ફટકાર, કહ્યું- તમે સ્થિતિ સંભાળી શકતા ન હોય તો કહો, અમે કેન્દ્રને જવાબદારી આપશું
દિલ્હીના મુખ્યપ્રધાને ભારતીય લોકતંત્ર માટે દુઃખદ દિવસ ગણાવ્યો હતો
GNCTD કાયદામાં ચૂંટાયેલી સરકારથી પણ ઉપર ઉપરાજ્યપાલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સંસદે આ GNCTD કાયદાને ગયા મહિના પાસ કર્યું હતું. લોકસભાએ 22 માર્ચ અને રાજ્યસભાએ 24 માર્ચે આ કાયદાને મંજૂરી આપી હતી. જ્યારે આ બિલને સંસદે પસાર કર્યું હતું ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તે દિવસને ભારતીય લોકતંત્ર માટે દુઃખદ દિવસ ગણાવ્યો હતો.