ETV Bharat / bharat

વિદેશ પ્રધાન બ્રિટનના 4 દિવસીય પ્રવાસે પહોંચ્યા, USના વિદેશ પ્રધાન સાથે કરી ચર્ચા - S. Jaishankar tours UK

દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકર બ્રિટનના પ્રવાસ પર છે. એસ. જયશંકરે લંડનમાં અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી કોરોના સામેની લડાઈમાં ભારતને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ બન્ને નેતાઓએ વૈશ્વિક કોરોનાના પડકાર પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત વેક્સિનની ઉત્પાદન ક્ષમતા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ પ્રધાન બ્રિટનના 4 દિવસીય પ્રવાસે પહોંચ્યા, USના વિદેશ પ્રધાન સાથે કરી ચર્ચા

author img

By

Published : May 4, 2021, 11:48 AM IST

  • આજથી 4 દિવસ વિદેશ પ્રધાન એસ. જયશંકર બ્રિટનના પ્રવાસે
  • G-7 દેશોના વિદેશ અને વિકાસ પ્રધાનોના શિખર સંમેલનમાં ભાગ લેશે એસ. જયશંકર
  • શિખર સંમેલન શરૂ થતા પહેલા એસ. જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરી

ન્યૂઝ ડેસ્કઃ દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકર હાલમાં બ્રિટનના પ્રવાસ પર ગયા છે. અહીં તેમણે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકના સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન એસ. જયશંકરે બ્લિંકનનો આભાર વ્યક્ત કર્યો હતો. એસ. જયશંકરે બ્રિટનના 4 દિવસીય પ્રવાસનો મંગળવારથી પ્રારંભ કર્યો હતો.

આ પણ વાંચોઃ અબુધાબીમાં શેખ અબ્દુલ્લાને મળ્યા ભારતીય વિદેશ પ્રધાન, દ્વિપક્ષીય આર્થિક મુદ્દાઓને લઈને કરી ચર્ચા

મંગળવારથી G-7 દેશોના વિદેશ અને વિકાસ પ્રધાનોનું શિખર સંમેલન શરૂ

એસ. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મંગળવારથી શરૂ થઈ રહેલા G-7 દેશોના વિદેશ અને વિકાસ પ્રધાનોના શિખર સંમેલન પહેલા તેમણે અને બ્લિંકને હિન્દ-પ્રશાંત વિસ્તાર, જળવાયુ પરિવર્તન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને મ્યાનમાર સંબંધિત મામલાઓ અંગે ચર્ચા કરી હતી. ભારતને કોરોના મહામારી સામેની લડાઈમાં અમેરિકાથી મદદ મળી રહી છે. ખાસ કરીને ઓક્સિજન અને રેમડેસિવિર દવાના પૂરવઠાની વાત પર આ મુલાકાતમાં ભાર આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ હનીફે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી

બન્ને નેતાઓએ અમેરિકી મદદ સહિત કોરોના સામે લડવાના પ્રયાસોની સમીક્ષા કરી હતીઃ અમેરિકી વિદેશ મંત્રાલય

એસ. જયશંકરે ટ્વિટમાં આ મુશ્કેલીના સમયમાં ઓક્સિજન અને રેમડેસિવિર મામલામાં ભારતને અમેરિકાથી મળી રહેલા સહયોગના પણ વખાણ કર્યા હતા. આ તમામની વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે વોશિંગ્ટનમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બન્ને નેતાઓએ ભારત માટે અમેરિકી મદદ સહિત કોરોના સામે લડવાના વર્તમાન પ્રયાસોની પણ સમીક્ષા કરી હતી. આ વૈશ્વિક મહામારી દરમિયાન દરેક દેશી સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.