ETV Bharat / bharat

દેશમાં ઓગસ્ટના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છેઃ ICMR નિષ્ણાંત

દેશભરમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) શાંત પડી રહી છે. ત્યારે હવે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ તોળાઈ રહ્યું છે. આવા સમયે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં મહામારી વિજ્ઞાન અને સંક્રમિત રોગોના પ્રમુખ ડો. સમીરન પાંડાએ કહ્યું છે કે, ઓગસ્ટના અંતમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) આવી શકે છે.

દેશમાં ઓગસ્ટના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહરે આવી શકે છેઃ ICMR નિષ્ણાત

author img

By

Published : Jul 17, 2021, 12:46 PM IST

Updated : Jul 17, 2021, 1:43 PM IST

  • દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)નું સંકટ તોળાયું
  • દેશમાં ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિષ્ણાતે આપી માહિતી

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) શાંત પડી રહી છે. ત્યારે હવે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ તોળાઈ રહ્યું છે. આવા સમયે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં મહામારી વિજ્ઞાન અને સંક્રમિત રોગોના પ્રમુખ ડો. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટના અંત સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) આવી શકે છે. તેમણે તે રાજ્યોને પણ ચેતવણી આપી છે, જેઓ કોરોનાની પહેલી બે લહેર અસરગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો- કોરોનાની ત્રીજી લહેર કેવી હશે તે કહેવુ મુશ્કેલ છે : ડો. સુશીલ ઝા

અત્યારે પ્રતિબંધો નહીં લગાવાય તો ત્રીજી લહેરની ખરાબ અસર થશે

ICMRના ડોક્ટરે ચેતવણી આપી છે કે, જો પ્રતિબંધ નહીં લગાવવામાં આવે તો ત્રીજી લહેરનો ગંભીર અનુભવ થઈ શકે છે. ડો. પાંડાએ કહ્યું હતું કે, દરેક રાજ્ય માટે મહામારીની તપાસ કરવી અને ત્યાંની કોરોનાની સ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. જે રાજ્યોમાં કોરોનાની પહેલી અને બીજી લહેરની ઓછી અસર હતી તેવા રાજ્યોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. જો પ્રતિબંધોને અત્યારે લાગુ નહીં કરવામાં આવે તો એવા રાજ્ય ત્રીજી લહેરનો ખરાબ રીતે અનુભવ કરી શકે છે.

આ પણ વાંચો- PM Modiએ 6 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે યોજી વર્ચ્યૂઅલ બેઠક

કોરોનાની ત્રીજી લહેર અનેક પરિબળો સાથે જોડાયેલી છે, જે સંપૂર્ણ રીતે જાણીતા નથી

ICMRના ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જો કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) આવશે તો તે ઓગસ્ટના અંતમાં કોઈ પણ સમયે આવી શકે છે. કોરોના વાઈરસની ત્રીજી લહેર (The third wave of the corona) ક્યારે આવશે અને કેટલી ગંભીર હોઈ શકે છે. આ તમામ પ્રશ્નો અનેક પરિબળો સાથે જોડાયેલા છે, જે સંપૂર્ણ રીતે જાણીતા નથી. તેમનું કહેવું છે કે, બીજી લહેર હજી પણ ખતમ નથી થઈ. કારણ કે, રિપોર્ટ કરવામાં આવેલી સંખ્યામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આપણે સમગ્ર દેશ અંગે વાત કરવી ન જોઈએ. કારણ કે, રાજ્યોમાં મહામારી ખૂબ જ વિષમ રૂપ લઈ રહી છે. એટલે દરેક રાજ્યને પોતાના રાજ્ય-વિશિષ્ટ ડેટાને જોવો જોઈએ. આ સાથે જ એ પણ જોવાનો પ્રયાસ કરવો જોઈએ કે, કોરોના મહામારી કયા તબક્કામાં છે.

Last Updated : Jul 17, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.