ETV Bharat / bharat

તિબેટીયન સંગઠને દલાઈ લામાને ભારત રત્ન આપવાની કરી માગ - સર્વોચ્ચ નાગરિક એવોર્ડ

ધ કોર ગૃપ ફોર તિબેટીયન કોઝ ઇન્ડિયાએ તિબેટીયન ધર્મગુરૂ દલાઈ લામાને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્નથી સન્માનિત કરવા માટે માગ કરી છે. કોર ગૃપના જણાવ્યા મુજબ, આમ કરવાથી ચીનને એક અસરકારક સંદેશ મળી શકે છે.

દલાઈ લામા
દલાઈ લામા
author img

By

Published : Nov 18, 2020, 5:42 AM IST

  • CGTC ઇન્ડિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું
  • દલાઈ લામાને ભારત રત્ન આપવાની કરી માગ
  • ચીન પર સાધ્યું નિશાન

આસામ : ધ કોર ગૃપ ફોર તિબેટીયન કોઝ ઇન્ડિયા(CGTC ઇન્ડિયા)એ મંગળવારે આસામના ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં CGTC ઇન્ડિયાએ ચીનની કાર્યવાહીની કડક નિંદા કરી હતી અને તેના ખરાબ કાર્યોને પણ ઉજાગર કર્યા હતા.

દલાઈ લામા
તિબેટીયન સંગઠને દલાઈ લામાને ભારત રત્ન આપવાની કરી માગ

દલાઈ લામાને ભારત રત્ન આપવાથી ચીનને મજબૂત સંદેશ મળશે

CGTC ઇન્ડિયાના રાષ્ટ્રીય કન્વીનર આર. કે. ખિરમીએ જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, ભારત સરકાર તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાને ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન આપીને ચીનને મજબૂત સંદેશ આપે, તિબેટ પર સામ્યવાદી દેશે કબ્જો કર્યો છે, તેનો ભારત વિરોધ કરે છે.

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી એ સામ્યવાદી ચીનની ઉપજ

CGTC ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવતું હતું કે, કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી એ સામ્યવાદી ચીનની ઉપજ છે. જેને આખી દુનિયામાં તારાજી સર્જી છે. વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે, જેનો ઉદ્દભવ ચીનના વુહાન શહેરથી થયો છે. આ રોગ વિશેની ખોટી માહિતીને લીધે વિશ્વભરમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ તેના કારણે વૈશ્વિક અર્થતંત્ર પડી ભાંગી છે. કોરોના મહામારી થકી દુનિયાને છેતરપિંડી અને જુલમથી ભરેલું ચાઇનીઝ મોડેલ દુનિયા સમક્ષ આવ્યું છે.

ચીનને વિશ્વ સમુદાયે રોકવું પડશે

CGTC ઇન્ડિયાના સભ્યોના જણાવ્યા મુજબ, સ્વાર્થી લક્ષ્યો માટે દુનિયાને નષ્ટ કરવાના દુષ્ટ ઇરાદાઓ ધરાવતા ચીનને વિશ્વ સમુદાયે રોકવું પડશે. આ માનવતા વિરૂદ્ધની ગુનહિત માનસિકતા છે. સામ્યવાદી ચીનની આક્રમકતાને કારણે જ 15 જૂન, 2020ના રોજ લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલા અથડામણમાં 20 ભારતીય સેના જવાનો શહિદ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.