શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા આ વર્ષે સાંકેતિક રીતે આયોજીત કરવામાં આવી હતી અને સમાપન પૂજા સાથે સમાપ્ત થઈ ગઈ. પ્રવક્તાએ જણાવ્યું કે, " અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય અધિકારી નિતિશ્વર કુમારે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, સૌહાર્દ, ઉન્નતિ અને સમૃદ્ધી માટે પ્રાથના કરી. બોર્ડે છડી મુબારકને પવિત્ર ગુફા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ છડીના સંરક્ષક મહંત દિપેન્દ્ર ગિરિએ દશનામી અખાડાના સંતો સમેત અન્યની સાથે શોભા યાત્રાનુ નેતૃત્વ કર્યું અને શ્રાવણ પૂર્ણિમા પર યાત્રાને સમાપ્ત કરી હતી.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ઝારખંડનો બબલુ વતન પરત ફર્યો, આંખોમાં જોવા મળ્યા ખુશીના આંસુ
આરતીનું જીંવત પ્રસારણ
મહામારીના કારણે આ વાર્ષિક યાત્રા રદ્દ કરવામાં આવી હતી પણ દક્ષિણ કાશ્મીરમાં આવેલી પવિત્ર ગુફામાં બધા ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કર્યુ હતું. શ્રધ્ધાલુઓ માટે સવાર અને સાંજની આરતીનુ જીંવત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી.