ETV Bharat / bharat

કેન્દ્ર સરકારે Delta Plus variantને રોકવા 8 રાજ્યોને તાત્કાલિક પગલા લેવા કહ્યું

કોરોના વાઈરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ આને ઘટાડવા માટે પગલા લઈ રહી છે. આ સાથે જ કેન્દ્ર સરકારે કોરોના વાઈરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખી 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંક્રમણ રોકવાના તાત્કાલિક પગલા લેવા કહ્યું છે.

કેન્દ્ર સરકારે Delta Plus variantને રોકવા 8 રાજ્યોને તાત્કાલિક પગલા લેવા કહ્યું
કેન્દ્ર સરકારે Delta Plus variantને રોકવા 8 રાજ્યોને તાત્કાલિક પગલા લેવા કહ્યું
author img

By

Published : Jun 26, 2021, 10:32 AM IST

  • કોરોના વાઈરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)ના કેસ વધી રહ્યા છે
  • કેન્દ્ર સરકારે ડેલ્ટા પ્લસ વેરિયન્સ (Delta Plus variant)ના કેસને કાબૂમાં લાવવા 8 રાજ્યોને પગલા લેવા જણાવ્યું
  • આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લા, ગુજરાતના સુરત, હરિયાણાના ફરિદાબાદ, જમ્મુ-કાશ્મીરના કટરામાં જોવા મળ્યું ડેલ્ટા પ્લસ સ્વરૂપ

નવી દિલ્હીઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Union Health Ministry) શુક્રવારે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી તેમના જિલ્લાઓમાં પ્રાથમિકતાના આધારે વેક્સિનેશન વધારવાની (increase vaccination) સાથે જ ભીડ રોકવા, વ્યાપક તપાસ કરવા જેવા પગલા લેવાનો આગ્રહ કર્યો છે, જ્યાં કોરોના વાઈરસનું ડેલ્ટા પ્લસ સ્વરૂપની જાણ થાય છે.

આ પણ વાંચોઃ Delta Plus Variant in Gujarat - રાજ્ય સરકાર એલર્ટ મોડ પર, રોજ 30 સેમ્પલ મોકલાઈ રહ્યા છે તપાસ માટે

આરોગ્ય સચિવે રાજ્યોને ઉપાયોની સલાહ આપી

કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે (Union Health Secretary Rajesh Bhushan) તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત અને હરિયાણાને લખેલા પત્રોમાં તેમના ઉપાયોની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સામે આવેલા ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 21 કેસોમાંથી 2ની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત

ભારતીય સાર્સ-સીઓવી-2 જિનોમિક કંસોર્શિયાને સ્પિશિફિક પ્રયોગશાળામાં મોકલવામાં આવેઃ આરોગ્ય સચિવ

આ સાથે આરોગ્ય સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સુનિશ્ચિત કરવાનો પણ આગ્રહ કર્યો છે કે, કોરોના સંક્રમિત લોકોના પર્યાપ્ત સેમ્પલ તાત્કાલિક ભારતીય સાર્સ-સીઓવી-2 જિનોમિક કંસોર્શિયા (SARS-COV-2 genomic consortia)ની સ્પેશિફિક પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવે, જેથી ક્લિનિકલ મહામારી વિજ્ઞાન સંબંધિત સહસંબંધ સ્થાપિત કરી શકાય. આરોગ્ય સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, સાર્સ-સીઓવી-2નું ડેલ્ટા પ્લસ સ્વરૂપ આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લા, ગુજરાતના સુરત, હરિયાણાના ફરિદાબાદ, જમ્મુ-કાશ્મીરના કટરા, રાજસ્થાનના બીકાનેર, પંજાબના પટિયાલા અને લુધિયાણા, કર્ણાટકના મૈસુર તથા તમિલનાડુમાં ચેન્નઈ, મદુરૈ અને કાંચીપુરમમાં જોવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.