ETV Bharat / bharat

CBI બુધવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની પૂછપરછ કરશે - મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની બુધવારે CBI પૂછપરછ કરશે. અનિલ દેશમુખ બુધવારે સવારે CBI ઓફિસ પહોંચ્યા હતા. અહીં CBI મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર અને સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝે દ્વારા અનિલ દેશમુખ પર કરાયેલા આક્ષેપો અંગે પૂછપરછ કરશે.

author img

By

Published : Apr 14, 2021, 10:41 AM IST

Updated : Apr 14, 2021, 11:33 AM IST

  • મહારાષ્ટ્રનો ખૂબ જ ચર્ચિત એન્ટિલિયા કેસ મામલો
  • CBI આ કેસની કરી રહી છે તપાસ
  • પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની થશે પૂછપરછ

મુંબઈઃ મહારાષ્ટ્રના ખૂબ જ ચર્ચિત એન્ટિલિયા કેસ મામલે CBI તપાસ કરી રહી છે. હવે CBIએ બુધવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને પૂછપરછ માટે બોલાવ્યા હોવાથી તેઓ CBI ઓફિસ પહોંચ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે દ્વારા અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા આરોપો મામલે પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પરમબીર સિંહના કહેવાથી જ સચીન વાઝેને પરત લીધો હતોઃ મુંબઈ પોલીસ

પરમબીર સિંહે અનિલ દેશમુખ પર લગાવેલા આરોપની પ્રાથમિક તપાસ CBI કરી રહી છે

CBI દ્વારા દેશમુખને તપાસમાં શામેલ થવા નોટિસ સોમવારે સવારે મોકલી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક દિવસ પહેલા તેમના 2 સહયોગી સંજીવ પલાન્દે અને કુંદને CBI સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. પરમબીર સિંહે અનિલ દેશમુખ પર લગાવેલા આરોપની પ્રાથમિક તપાસ CBI કરી રહી છે. મુંબઈ પોલીસ કમિશનર પદ છોડ્યા પછી પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચોઃ મનસુખ હિરેન હત્યા મામલે NIAએ 800 CCTV ફૂટેજ તપાસ્યા, 40થી વધુ લોકોના નિવેદન લેવાયા

અનિલ દેશમુખ પર દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો પરમબીર સિંહે કર્યો હતો આક્ષેપ

SUV મામલામાં તપાસ NIA કરી રહી છે. જ્યારે મુંબઈની હાઈકોર્ટે ગયા અઠવાડિયે CBIને નિર્દેશ કર્યો હતો કે, તેઓ સિંહ દ્વારા દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોની પ્રાથમિક તપાસ કરે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહે પત્ર લખીને કહ્યું હતું કે, દેશમુખે સચિન વાઝેને મુંબઈના બાર અને રેસ્ટોરાંમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા ઉઘરાવવાનું કહ્યું હતું.

Last Updated : Apr 14, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.