ETV Bharat / bharat

Atiq and Ashraf postmortem : અતિક અને અશરફના મૃતદેહનું આ હોસ્પિટલમાં x-Ray અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે - प्रयागराज न्यूज

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. અતીક અને અશરકના મૃતદેહોના એક્સ-રે મોતીલાલા નેહરુ ડિવિઝનલ હોસ્પિટલ, કેલ્વિનમાં કરવાના છે.એક્સ-રે બાદ એસઆરએમ હોસ્પિટલમાં બન્નેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 16, 2023, 3:02 PM IST

Updated : Apr 16, 2023, 7:02 PM IST

પ્રયાગરાજ: માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે મોડી રાત્રે મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને બંનેની હત્યા કરી નાખી હતી. હુમલાખોરોએ બંનેને નજીકથી ગોળી મારી હતી. જેના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ શૂટરોને ઝડપી લીધા હતા. આ સનસનીખેજ ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર છે. બીજી તરફ, અતીક અને અશરફના મૃતદેહોને રવિવારે બપોરે કેલ્વિનના મોતીલાલા નેહરુ ડિવિઝનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં બંનેના મૃતદેહના એક્સ-રે કરવામાં આવશે. ત્યારબાદ SRM હોસ્પિટલમાં બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ત્રણ દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર કરાયું હતું : ગુરુવારે UP STFએ ઝાંસીમાં એન્કાઉન્ટર દરમિયાન માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ શૂટર ગુલામને ઠાર માર્યા હતા. પુત્રના એન્કાઉન્ટર બાદ અતીક સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. તે વારંવાર તબિયત બગડવાની વાત કરતો હતો. અતીકના મૃતદેહને શનિવારે ઝાંસીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. તેમજ ગુલામના મૃતદેહની પણ દફનવિધી કરવામાં આવી હતી.

મૃતદેહનું X-Ray અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે : શનિવારે રાત્રે, પોલીસ અતીક અને અશરફને તબીબી તપાસ માટે મોતીલાલા નેહરુ ડિવિઝનલ હોસ્પિટલ, કેલ્વિન લઈ ગઈ હતી. ગેટ પર પહેલાથી જ કેટલાક મીડિયા કર્મીઓ હાજર હતા. તેઓ અતીક અને અશરફને પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. આ દરમિયાન મીડિયા કર્મચારીઓના વેશમાં આવેલા ત્રણ શૂટરોએ અતીક અને અશરફ પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ પ્રયાગરાજમાં કેટલાક સ્થળોએ વિરોધમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ પછી, સાવચેતીના પગલા તરીકે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

આ હોસ્પિટલમાં કરાશે પોસ્ટમોર્ટમ : હાલમાં, અતીક અને અશરકના મૃતદેહોના એક્સ-રે મોતીલાલા નેહરુ ડિવિઝનલ હોસ્પિટલ, કેલ્વિનમાં કરવાના છે. બંનેના મૃતદેહને ત્યાં લાવવામાં આવ્યા છે. એક્સ-રે બાદ એસઆરએમ હોસ્પિટલમાં બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Last Updated : Apr 16, 2023, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.