ETV Bharat / bharat

બીજાપુર સિલગર ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટ કરશે

author img

By

Published : May 24, 2021, 12:02 PM IST

બીજાપુર સિલગર કેમ્પને લઈને ચાલી રહેલા વિવાદની તપાસ મેજિસ્ટ્રેટ કરશે. બીજાપુરના કલેક્ટર રિતેશ અગ્રવાલે સિલગેર ફાયરિંગ કેસની તપાસ માટે રવિવારે મેજિસ્ટ્રેટની પસંદગી કરી હતી. જોકે, સિલગેરથી ફોર્સનો કેમ્પ હટાવવા માટે કોઈ નિર્ણય હજી સુધી લેવામાં નથી આવ્યો. જોકે, કેમ્પ અત્યારે વર્તમાન સ્થળ પર જ રહેશે. રવિવારે ગ્રામીણોની સાથે થયેલી બેઠક પછી કલેક્ટરે આ અંગે જાહેરાત કરી હતી.

બીજાપુર સિલગર ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટ કરશે
બીજાપુર સિલગર ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટ કરશે
  • બીજાપુરના કલેક્ટર રિતેશ અગ્રવાલે ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટને સોંપી
  • કોઈ ગ્રામ્યજન નિવેદન નોંધાવવા માગશે તો તેના આવવા-જવાની વ્યવસ્થા તંત્ર કરશે
  • મેજિસ્ટ્રેટ પોતે ઘટનાસ્થળ પર આવીને સમગ્ર તપાસ કરશે

બીજાપુરઃ બીજાપુરના કલેક્ટર રિતેશ અગ્રવાલે સિલગેર ફાયરિંગ કેસની તપાસ માટે આદેશ આપ્યો છે. કલેક્ટરે રવિવારે મેજિસ્ટ્રેટની પસંદગી કરી છે. તપાસના બિન્દુ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ પોતે ઘટનાસ્થળ પર આવશે અને તપાસ કરશે. કોઈ ગ્રામીણ નિવેદન નોંધાવવા માગતું હોય તો તેના આવવા જવાની વ્યવસ્થા તંત્ર કરશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા એકપણ કોરોનાના ટેસ્ટિંગ ડોમ શરૂ નથી કરાયા

સિલગેર મામલા અંગે થઈ બેઠક

રવિવારે બાસાગુડામાં બપોરે આદિવાસી સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં બસ્તર કમિશનર જી. આર. ચુરેન્દ્ર, બસ્તર આઈ. જી. સુંદરરાજ પી, સુકમાના કલેક્ટર વિનીત નંદનવારની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સિલગેર ગામના 50 લોકો હાજર હતા. લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં કેમ્પ વિશે અધિકારીઓને કહ્યું હતું કે, આ તંત્ર સ્તરનો મામલો છે. આ અંગે તંત્રને રિપોર્ટ મોકલવામાં આવશે. કેમ્પની ખાનગી જમીનની વાત છે તો તેનું પરીક્ષણ કરવામાં આવશે. નકશા જોવામાં આવશે.

આ પણ વાંચોઃ ખોટા દાક્તરી પ્રમાણપત્ર રજૂ કરીને જિલ્લા ટ્રાન્સફરની માગ કરતા 17 શિક્ષકો વિરુદ્ધ CID તપાસ કરશે

હજારો લોકોનું એક સ્થળે જમા થવું યોગ્ય નથીઃ અધિકારીઓ

આ બેઠકમાં અધિકારીઓએ ગ્રામીણોથી નિવેદન કરતા કહ્યું હતું કે, અત્યાર કોરોના ચાલી રહ્યો છે. તો આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેવામાં હજારો લોકોનું એક જગ્યા પર જમા થવું યોગ્ય નથી. સંક્રમણનો ખતરો વધી શકે છે. અધિકારીઓએ ગામના લોકોને અપીલ કરી પોતાના ઘરે પરત ફરવા અપીલ કરી હતી. તંત્રએ કહ્યું હતું કે, ગામમાં જે લોકો ઈજાગ્રસ્ત છે. તેમની સારવાર માટે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. લોકો ઈજાગ્રસ્તોને નિઃશુલ્ક અને નિસંકોચ લઈ જઈને સારવાર કરાવી શકે છે. વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ફાયરિંગમાં 3 લોકો મર્યા તે ગ્રામીણ નહીં નક્સલી હતાઃ આઈ. જી.

આપને જણાવી દઈએ કે, 17 મેએ સુકમા જિલ્લાથી અડીને આવેલા સિલગેરમાં પોલીસ કેમ્પ પર નક્સલીઓએ હુમલો કર્યો હતો. બસ્તર આઈ. જી. સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, નક્સલી ગ્રામીણોને આગળ કરીને કેમ્પનો વિરોધ કરી રહ્યા છે. નક્સલી અહીં કેમ્પ બનાવવા માગતા નહતા. તેના વિરોધમાં સોમવારે ક્રોસ ફાયરિંગમાં 3 લોકોની મોત થઈ હતી. આ ઘટના પછી ગ્રામીણોએ પોલીસ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. ગ્રામીણોનું કહેવું છે કે, પોલીસની ફાયરિંગમાં 9 લોકોની મોત થઈ છે અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, આઈ. જીએ જણાવ્યું હતું કે, ફાયરિંગમાં મરનારા લોકોની સંખ્યા 3 છે. તેઓ ગ્રામીણ નહીં નક્સલી હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.