ડેટ્રોઈટ: આંતરરાષ્ટ્રીય શેર માર્કેટમાંથી (International Share Market) એક મોટી ઊથલપાથલ સામે આવી છે. ટેસ્લા અને ટ્વિટરના શેર (Tesla Twitter Share) આ અઠવાડિયામાં ગગડ્યા છે. આ બંને જાણીતી કંપનીના શેર એટલા નીચે ઊતરી ગયા છે કે, રોકાણકારો ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk Twitter Take over ) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવા માટે તેમની 44 બિલિયન ડોલરની બિડની નજીકના મુદ્દાઓ સાથે વ્યવહાર કરે છે. જે સંભવિત કાયદાકીય (Legal procedure on Twitter) પાસાઓ ધરાવે છે.
આ પણ વાંચો: Poonawala advised Elon Musk: હવે અદાર પૂનાવાલાએ એલોન મસ્કને સલાહ આપી, ભારતમાં રોકાણ કરવું શ્રેષ્ઠ રહેશે
ટેસ્લાની સ્થિતિ ખરાબ: બન્નેમાંથી મસ્કની ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપની ટેસ્લા હાલમાં ખરાબ પર્ફોમન્સમાંથી પસાર થઈ રહી છે. જેમાં કંપનીનો સ્ટોક આ અઠવાડિયે લગભગ 16 ટકાથી ગગડીને 728 ડૉલર સુધી પહોંચી ગયો છે. આ અઠવાડિયે ટ્વિટરનો શેર ગગડીને 9.5 ટકા થઈ ગયો હતો. જે ગુરૂવારે શેર માર્કેટમાં 45.08 ડૉલર પર બંધ થયો હતો. બન્ને શેરે એસએન્ડપી 500ની તુલનામાં મોટી હીટ મેળવી છે. જે આ અઠવાડિયે 4.7 ટકા નીચે છે. શેર માર્કેટમાં આ અવસ્થાની સાથે એલન મસ્કની કાયદાકીય મુશ્કેલીનો સામનો રોકાણકારો કરી રહ્યા છે. આ સાથે સંભાવના એવી પણ છે કે, ટ્વીટરને ટેકઓવર કરતા મસ્કનું ઈલેક્ટ્રિક વાહનના એકમ પરનું સંચાલન ખોરવાઈ શકે છે.
કાયદેસરની તપાસ શરૂ: વૉલ સ્ટ્રીટ જર્નલે બુધવારે જણાવ્યું હતું કે, યુ.એસ. સિક્યુરિટી રેગ્યુલેટર્સ મસ્કના ડીસ્ક્લોઝરની તપાસ કરી રહ્યા છે. તપાસ એવી પણ થઈ રહી છે કે, તેમણે ટ્વીટરના 5 ટકાથી વધારે શેર ખરીદી લીધા છે. મસ્ક સન ફ્રાન્સિસ્કોમાં આવેલી એક કંપનીના 9 ટકાથી વધારે માલિકી હક ધરાવે છે. ટ્વિટરના શેરધારકોએ ગત મહિને દાખલ કરેલા એક કેસમાં એવો આરોપ મૂક્યો હતો કે, મસ્કની ભાગીદારી તારીખ 14 માર્ચના રોજ 5 ટકા સુધી પહોંચી ગઈ હતી. તેથી તારીખ 24 માર્ચ સુધી એસઈસી સાથે ફોર્મ જમા કરાવાનું હતું. એના બદલે મસ્કે તારીખ 4 એપ્રિલના રોજ જે ચોખવટ કરવી જોઈએ એ કરી ન હતી.
આ પણ વાંચો: ટ્વિટર ખરીદ્યા પછી એલોન મસ્કે કહ્યું હવે હું ખરીદીશ....
સ્ટોક વેચી દીધો: કેસમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, કેટલાક આર્થિક રીતે સક્ષમ રોકાણકારો પોતાની ભાગીદારીનો ખુલાસો કરવા મુદ્દે કિંમત વધે એ પહેલા બે અઠવાડિયા સુધીમાં સ્ટોક વેંચી દીધો હતો. બુધવારે પણ કેલિફોર્નિયામાં એક ચીફ જસ્ટિસે ટેસ્લાના શેરધારકોના એક ગ્રૂપને એક જવાબદારી સોંપી હતી. જેમાં શેર હોલ્ડર્સને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. પોતાના નિર્ણયને ફગાવતા મસ્કે વર્ષ 2018માં એક ખોટું ટ્વિટ પોસ્ટ કરી નાંખ્યું હતું. બેદરકારીભર્યું ટ્વિટ કર્યું હતું કે, ફાયનલ ડીલ ન થતા તેમણે કેટલીક રોકડ રિઝર્વ રાખી મૂકી હતી. એ સમયે એના ટ્વિટથી ટેસ્લાના શેરની કિંમત વધી ગઈ હતી.
વકીલનો તર્ક: મસ્કના વકીલની એક ટુકડીએ આ મુદ્દે ફરી વિચારણા કરવા માટે કહ્યું છે. આ પાછળ તેમણે એક એવો તર્ક આપ્યો હતો કે, તેઓ એવા કિસ્સાઓ વિશે જાણતા નથી કે જેમાં અદાલતે સમાન મુદ્દાઓ જ્યુરીના હાથમાંથી લઈ લીધા હોય, જ્યાં નિવદેનો અસ્પષ્ટ હતા. શબ્દ-સંબંધિત અને અનૌપચારિક સંદર્ભમાં જાહેર કરી દેવામાં આવ્યા હતા. જોકે, મસ્કની ટ્વિટ એને કાયદાકીય મુશ્કેલીમાં મુકી શકે છે. ઓગસ્ટ 2018માં તેમણે આવી જ એક ટ્વિટ કરી હતી. SEC એ સિક્યોરિટીઝ ફ્રોડ ચાર્જ ફટકાર્યો હતો. જે મસ્ક અને ટેસ્લાએ 2018 માં ભરીને કેસનો નીવેડો લાવ્યો હતો. દરેક 20 મિલિયન ડોલર દંડ ચૂકવવા સંમત થયા અને કંપનીના વકીલ મસ્કની કોઈપણ ટ્વીટ્સની સમીક્ષા કરશે.
આ પણ વાંચો: એલન મસ્ક તેના એક ટ્વિટને કારણે સીઈઓનું પદ ગુમાવી શકે છે
આટલી ઓફર જે ચર્ચામાં રહી: જે શેરના ભાવને અસર કરી શકે. SEC તપાસ કરી રહી છે કે શું મસ્કએ તે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. મસ્કે 14 એપ્રિલના રોજ ટ્વિટરને સાર્વજનિક રીતે ખરીદવા માટે શેર દીઠ 54.20 ડોલર ઓફર કરી હતી તેથી શેરની કિંમત - 45.08 ડોલર બરાબર એ જ છે. વિશ્લેષકો કહે છે કે તે રોકાણકારોને શંકા છે કે મસ્ક દ્વારા ધિરાણ અપાયું હોવા છતાં સોદો સરળતાથી થશે. આજની તારીખે Twitter ના શેર 4.3% થી ઉપર છે. ટેસ્લાના શેર, જોકે, એપ્રિલ 14ની ઓફરથી 26% ડાઉન છે, અંશતઃ મસ્ક આર્થિક રીતે ઉપરનીચે થઈ જશે તેવી આશંકાથી ટેસ્લા, જેનું મુખ્ય મથક ઓસ્ટિન, ટેક્સાસમાં છે, ત્યાં બે નવી ફેક્ટરીઓ ખોલી છે. સપ્લાય ચેઇનના મુદ્દાઓ સાથે આર્થિક વ્યવહારો શરૂ થયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેર 30% થી વધુ તૂટ્યા છે.