ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના ત્રણ વિસ્તારોમાં એન્કાઉન્ટર, 4 આતંકવાદી ઠાર - TERRORISTS KILLED IN ENCOUNTER IN JAMMU KASHMIR

જમ્મુ-કાશ્મીરમાં (Encounter in Jammu and Kashmir) બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ તૈયબાનો (LeT) એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.

જમ્મુ કાશ્મીરના ત્રણ વિસ્તારોમાં એન્કાઉન્ટર, 4 આતંકવાદીઓ માર્યા ગયા

author img

By

Published : Mar 12, 2022, 7:47 AM IST

કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના (Encounter in Jammu and Kashmir) ગાંદરબલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ તૈયબા (LeT)નો એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર (Encounter between terrorists and security forces) શરૂ થયું છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારના નેચામામાં એન્કાઉન્ટર થયું. અહીં પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. વિગતવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: Jammu Kashmir: પુલવામાં એન્કાઉન્ટરમાં હિજબુલ મુજાહિદીન નામનાં આતંકી ઠાર

ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા

આઈજીપી કાશ્મીરના જણાવ્યા અનુસાર, ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષા દળો જ્યારે ઠેકાણા તરફ આગળ વધ્યા ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, બંને પક્ષો વચ્ચે ગોળીબાર શરૂ થયો. આ ફાયરિંગમાં એક આતંકી માર્યો ગયો છે. માર્યો ગયો આતંકવાદી પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ તૈયબા (LeT)નો છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. હંદવાડાના રાજવરના નેચામા વિસ્તારમાં એન્કાઉન્ટર થયું. અહીં પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અહીં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર

દરેક જગ્યાએ એન્કાઉન્ટરો ચાલી રહ્યા છે : કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક

આ પહેલા પુલવામામાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 4-5 સ્થળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પુલવામામાં અત્યાર સુધીમાં જૈશના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ગાંદરબલમાં લશ્કરનો એક આતંકવાદી અને હંદવાડામાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. દરેક જગ્યાએ એન્કાઉન્ટરો ચાલી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.